મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

રિયા ચક્રવર્તીએ ભાયખલા જેલમાં ચટાઈ પર સૂઈને પસાર કરી પહેલી રાત

આખી રાત બેચેનીમાં પસાર કરીઃ શીના બોરા હત્યા કેસની આરોપી ઈન્દ્રાણી મુખર્જી છે રિયાની પડોશી

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસ માં ડ્રગ્સ કનેકશન  સામે આવ્યા બાદ નારકોટિકસ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની ધરપકડ કરી ૧૪ દિવસ માટે જયૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધી છે. એનસીબીએ બુધવારે રિયાને ભાયખલાની મહિલા જેલમાં શિફ્ટ કરી, અહીં રિયાએ આખી રાત બેચેનીમાં પસાર કરી. જે બેરેકમાં રિયાને શિફ્ટ કરવામાં આવી છે ત્યાં શીના બોરા હત્યાકાંડ મામલામાં આરોપી ઇન્દ્રાણી મુખર્જીપણ છે. રિયાનો સેલ ઈન્દ્રાણીના સેલની પાસે જ છે.

રિયા ચક્રવર્તી ની સુરક્ષાના કારણે જેલના ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ સેલ રાખવામાં આવ્યો છે. મળતી જાણકારી મુજબ, આ સલ જેલના સર્કલ-૧માં છે. સેલ એક લોકઅપ જેવો છે. ત્રણેય તરફ દિવાલ છે અને એક તરફ ગ્રિલ લાગેલી છે.

રિપોર્ટ્સ મુજબ, રિયાને પહેલા સામાન્ય બેરેકમાં મોકલવામાં આવી હતી, પરંતુ તેની સુરક્ષાને ધ્યાને લેતાં પોલીસ પ્રશાસને આ પગલું ઉઠાવ્યું. દિવસમાં લંચ બાદ રિયાએ ડિનર પણ જેલમાં જ કર્યું. તેણે રાત્રે બે રોટલી, ભાત, દાળ અને શાકભાજી ખાધી.

બેરેકમાં કેદીને એક તકીયો, એક ચટાઈ, તેની પર પાથરવા માટે એક ચાદર અને ઓઢવા માટે એક ચાદર હોય છે. કેદીઓએ જાતે જ જમીન પર પોતાની પથારી કરવાની હોય છે.

એક સમયે કંપનીમાં મેનેજરનો સંભાળતા હતા હોદ્દો, હવે શાકભાજી વેચવા લાચારબીજી તરફ, એકટર સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તીને બુધવારે મુંબઈની એક સેશન કોર્ટમાં જામીન અરજી દાખલ કરી, જેની પર ગુરુવાર એટલે કે આજે સુનાવણી થવાની છે.

(11:37 am IST)