મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

૧૭૩ કરોડનું કૌભાંડ

બેન્ક સાથે છેતરપિંડી આચરનારી વડોદરાની જવેલરી ફર્મ સામે સીબીઆઇએ ફરિયાદ નોંધાવી

સીબીઆઇને કરેલી ફરિયાદમાં બેન્ક ઓફ બરોડાએ કંપની, તેના ડિરેકટર તથા અન્યો પર ગુનાહિત કાવતરું, ગુનાહિત ગેરવર્તણૂક, છેતરપિંડી, પ્રપંચ કરવાનો અને જાહેર ભંડોળનું ડાઇવર્ઝન કરવાનો આરોપ મૂકયો હતો

મુંબઇ, તા.૧૦: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ બેન્ક ઓફ બરોડા સાથે ૧૭૩.૬૩ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ વડોદરાસ્થિત જવેલરી ફર્મ અને તેના ડિરેકટર વિરુદ્ઘ એફઆઇઆર નોંધાવ્યો છે.

સીબીઆઇએ મંગળવારે તેની એસીબી-ગાંધીનગર ઓફિસ ખાતે શ્રી મુકત જવેલર્સ બરોડા પ્રાઇવેટ લિમિટેડ, તેના પ્રમોટર-કમ-ડિરેકટર હર્ષ સોની અને અજાણી વ્યકિતઓ વિરુદ્ઘ એફઆઇઆર નોંધાવ્યો હતો. બેન્કની ફરિયાદ મુજબ સોની ફરાર છે.

સીબીઆઇને કરેલી ફરિયાદમાં બેન્ક ઓફ બરોડાએ કંપની, તેના ડિરેકટર તથા અન્યો પર ગુનાહિત કાવતરું, ગુનાહિત ગેરવર્તણૂક, છેતરપિંડી, પ્રપંચ કરવાનો અને જાહેર ભંડોળનું ડાઇવર્ઝન કરવાનો આરોપ મૂકયો હતો.

કંપની ૨૦૧૩માં બેન્ક પાસેથી લીધેલી લોનની પુનઃ ચુકવણી કરવામાં નિષ્ફળ નીવડી હતી. ફેબ્રુઆરી ૨૦૧૬માં તેનું અકાઉન્ટ એનપીએ થયું હતું અને બેન્કે ૨૦૧૮માં તેને ઇરાદાપૂર્વકની ડિફોલ્ટર જાહેર કરી હતી.

(3:09 pm IST)