મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં ૩ - ૪ દિ' વરસાદની શકયતા નહિવત

કેરળ, કર્ર્ણાટક, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશેઃ સ્કાયમેટ : જો કે ગુજરાતના દક્ષિણ-પૂર્વ ભાગોમાં સંભાવનાઃ તા.૧૫ થી ૧૯ પંજાબ, હરીયાણા, દિલ્હી, પ. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ

નવી દિલ્હીઃ હાલ ત્રણ-ચાર દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની કોઇ શકયતા નથી. જયારે ગુજરાતના દક્ષિણ પૂર્વ ભાગોમાં સંભાવના છે. દેશના કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. જયારે તા.૧૫ થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન પંજાબ, હરીયાણા, કર્ણાટક, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. જયારે તા.૧૫ થી ૧૯ સપ્ટેમ્બર પંજાબ, હરીયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વરસાદનો આ છેલ્લો રાઉન્ડ હશે તેમ વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા જણાવાયું છે.

દેશભરમાં સામાન્યથી ૭ ટકા વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ભારતમાં સામાન્યથી ૨૧ ટકા, મધ્ય ભારતમાં ૧૫ ટકા વધુ (સામાન્યથી) વરસાદ નોંધાયો છે.

આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન ઉત્તર-મધ્યપ્રદેશથી લઇ ગુજરાતમાં વાતાવરણ ચોખ્ખુ રહેશે. ગરમીમાં વધારો થશે. બંગાળની ખાડીમાં હવાનું હળવુ દબાણ બની રહયું છે. જેની અસરથી આગામી દિવસોમાં મધ્ય ભારત, ઉત્તર - પૂર્વ ભારતના રાજયોમાં તા.૧૫,૧૬ સપ્ટેમ્બર બાદ વરસાદનો એક રાઉન્ડ આવશે. જે ૧૯મી સુધી જારી રહેવાની સંભાવના છે.

આ દરમિયાન હરીયાણા, પંજાબ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તર ભારતના પહાડી વિસ્તારો, રાજસ્થાનમાં પણ વરસાદની  સંભાવના છે. આ વરસાદના રાઉન્ડ સાથે અમુક રાજયોમાંથી ચોમાસુ વિદાય લેવાની શરૂઆત કરશે.

આ પહેલા ત્રણ-ચાર દિવસ અગાઉ દક્ષિણ ભારતમાં કેરળ, દક્ષિણ કર્ણાટકમાં આજે અને કાલે મુશળધાર વરસાદ પડશે. પુર જેવી પરિસ્થિતિ પણ સર્ર્જાઇ શકે છે.

 જન જીવન પ્રભાવીત બનશે. મધ્યપ્રદેશ અને કોંકણ ગોવા તરફ ધીમે ધીમે વરસાદ વધી રહયો છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં મધ્યમથી ભારે વરસાદ આગામી દિવસોમાં પડશે. ગોવાની સાથો સાથ કોંકણમાં પણ સારા વરસાદની સંભાવના છે.

સાથો સાથ તેલંગાણા, આંધ્રપ્રદેશ, પોન્ડીચેરી, લક્ષદ્વિપ, અંદામાન નિકોબાર, ઓડીસ્સા, છત્તીસગઢમાં પણ વરસાદ પડશે.

ગુજરાતના દક્ષિણ-પૂર્વ ભાગો સુરત, વલસાડ, નવસારીમાં વરસાદની સંભાવના છે. પરંતુ મધ્યથી ઉત્તરના ભાગો જેમ કે બરોડા, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠામાં વાતાવરણ ચોખ્ખુ રહેશે. સૌરાષ્ટ્ર અને  કચ્છમાં પણ આગામી ત્રણ-ચાર દિવસ વરસાદની કોઇ સંભાવના નથી.

(3:11 pm IST)