મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

બિહારના ડોકટરે બનાવેલી કોરોના ટેસ્ટ કિટ ૯૮% સફળ

ટેસ્ટ કિટ માત્ર ૩૦૦ રૂપિયામાં મળશે : ડો.અભિનવ શ્રેષ્ઠ ઝા અને તેમની ટીમે દેશની પહેલી સ્વદેશી એન્ટીબોડી કોરોના ટેસ્ટ કિટની શોધ કરી લીધી

બિહાર,તા.૧૦: એક તરફ આખી દુનિયા કોરોના સામે જંગ લડી રહી છે ત્યારે બિહારના પૂર્ણિયના લાલ યુવા વૈજ્ઞાનિક ડો અભિનવ શ્રેષ્ઠ ઝા અને તેમની ટીમે દેશની પહેલી સ્વદેશી એન્ટીબોડી કોરોના ટેસ્ટ કિટની શોધ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ એટલે કે આઈસીએમઆરથી આ કિટને મંજૂરી આપી હતી. ખાસ વાત તો એ છે કે આ કિટ ૯૮ ટકા સુધી સફળ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આમાં પોસ્ટ કોરોનાથી લઈને વર્તમાનમાં કોરોના પોઝિટિવ સુધી જાણી શકાય છે. ડો. અભિનવે કહ્યું કે આ કિટના માધ્યમથી બે ટીંપા લોહીની તપાસ થાય છે. જેનાથી જાણી શકાય છે કે વ્યક્તિ કોરોના પોઝિટિવ છે કે નહીં. એટલું જ નહીં જો વ્યક્તિ પહેલા કોરોના પોઝિટિવ હોય તો તેના શરીરમાં એન્ટીબોડી વિકસીત થઈ છે કે નહીં તે પણ જાણી શકાય છે. તેમનું કહેવું છે કે આઈસીએમઆર દ્વારા કરવામાં આવેલી તપાસમાં ૯૮ ટકા સુધી સફળ રહી છે. આઈસીએમઆરે આની મંજૂરી પણ આપી દીધી છે. આ કિટ માત્ર ૩૦૦ રૂપિયામાં સપ્ટેમ્બર મહિનામાં ઉપલબ્ધ થશે. દિલ્હીના ઓસ્કર મેડિકેયર કંપનીમાં ડાયરેક્ટર અને ચીફ વૈજ્ઞાનિક તરીકે ડો અભિનવ શ્રેષ્ટ ઝા અને તેમની ટીમે કોરોનાના દેશની પહેલી સ્વદેશી કિટ બનાવી છે. આમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કિટમાં બધો સામાન સ્વદેશી છે. અને આઈસીએમઆરે પણ મંજૂરી આપી દીધી છે. ડો. અભિનવ શ્રેષ્ઠ ઝા પૂર્ણિયાના ચિકિત્સક ડો અમરનાથ ઝા અને રુબી ઝાના પુત્ર છે. પોતાના પુત્રની આ મોટી ઉપલબ્ધિથી તેમના માતા-પિતા ખૂબ જ ખુશ છે. પિતા ડો. અમરનાથ ઝાના જણાવ્યા પ્રમાણે આ કિટ દેશની પહેલી સ્વદેશી કિટ હશે. આની બજારમાં આવવાથી ગણો ફાયદો થશે. આ કિટના માધ્યમથી તમે ઘરમાં પણ કોરોનાનો દરેક પ્રકારે તપાસ કરી શકશો. જ્યારે તેમની માતા રુબી ઝાએ કહ્યું કે તે માત્ર તેમના માટે જ નહીં પરંતુ પૂર્ણિયા અને બિહારના લોકો માટે પણ મોટી ઉપલબ્ધી છે. કોરોના મહામારીથી આખા દેશમાં સામાન્યથી ખાસ દરેક પ્રકારના લોકો પ્રભાવિત છે. અત્યાર સુધી આપણા દેશમાં વિદેશી એન્ટીજન અને અન્ય કિટ્સના માધ્યમથી કોરોનાની તપાસ થાય છે.

(3:15 pm IST)