મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

બૈરુતમાં જોરદાર ધમાકો : પોર્ટ પર ભીષણ આગ ભભૂકી : આગની પ્રચંડ જવાળા ચારેતરફ કાળો ધુમાડો પ્રસર્યો

વેરહાઉસમાં તેલ અને ટાયર રાખ્યા હોવાથી આગે વિકરાળ સ્વરૂપ પકડ્યું

બેરૂત: લેબનાનની રાજધાની બેરૂતમાં એક જોરદાર ધડાકો થયો હતો. હવે ત્યાંનાએક બંદર (પોર્ટ) પર જોરદાર આગ શરૂ થઈ ગઈ છે. ચારે બાજુ કાળો ધુમાડો ફેલાયો ગયો અને આગ પણ જોરદાર દેખાઈ. ઘટના સ્થળે ફાયર બ્રિગેડના અનેક વાહનો આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટના બાદ અરાજકતાનો માહોલ સર્જાયો હતો લોકો અહીંથી ભાગવા લાગ્યા. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

હજુ સુધી આગના કારણો જાણવા મળ્યા નથી. બંદરમાં લાગેલી આગથી બપોરે ધુમાડો વધ્યો હતો અને જમીન પર જ્વાળાઓ દેખાઈ રહી હતી. લેબનીઝ સેનાએ કહ્યું કે આગ તે વેરહાઉસમાં હતી જ્યાં તેલ અને ટાયર રાખવામાં આવ્યા હતા.

સેનાએ જણાવ્યું હતું કે આગને કાબૂમાં લેવાનું કામ ચાલી રહ્યું છે અને આ કામગીરીમાં સેનાના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. સ્થાનિક ટીવી ચેનલો કહે છે કે બંદર નજીક ઓફિસોવાળી કંપનીઓના કર્મચારીઓને આ વિસ્તાર છોડી દેવા કહેવામાં આવ્યું છે.

સેના દ્વારા બંદરેથી પસાર થતો મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો છે. સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું છે કે આગ વેરહાઉસમાં જ્યાં ટાયર રાખવામાં આવ્યા છે ત્યાંથી આગ શરૂ થઈ ગઈ છે. નોંધનીય છે કે, ઓગસ્ટમાં બેરૂતમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 70 થી વધુ લોકો માર્યા ગયા હતા અને ચાર હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા

(7:01 pm IST)