મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

ચીન વિવાદનો મુદ્દો જટિલ, આપણા જવાનો પણ તૈયાર

ચીન સાથેના ઘર્ષણ અંગે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહનું સંસદમાં નિવેદન : ઈતિહાસમાં જે નક્કી થયું એ વિશે બન્ને દેશની જુદી જુદી વ્યાખ્યા છે, બન્ને દેશો વચ્ચે સમાધાન નિકળી શક્યું નથી

નવી દિલ્હી, તા. ૧૫ : સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ચીન સાથેના સરહદ વિવાદ મુદ્દે આજે લોકસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશવાસીઓ પોતાના વીર જવાનો સાથે છે. મેં લદાખ જઈને આપણા શૂરવીરો સાથે સમય વિતાવ્યો છે અને તમને જણાવવા માગું છું કે મેં તેમનાં સાહસ અને શૌર્યને અનુભવ્યાં છે. કર્નલ અને તે સદન જાણે છે કે ભારત-ચીનની સરહદનો પ્રશ્ન હજુ ઉકેલાયો નથી. ભારત-ચીનની સરહદનું ટ્રેડિશનલ એલાયનમેન્ટ ચીન માનતું નથી. બન્ને દેશ ભૌગોલિક સ્થિતિઓથી અવગત છે. ચીન માને છે કે ઈતિહાસમાં જે નક્કી થયું વિશે બન્ને દેશની અલગ-અલગ વ્યાખ્યા છે. બન્ને દેશો વચ્ચે સમાધાન નીકળી શક્યું નથી.

લદાખના વિસ્તારો ઉપરાંત ચીન અરૂણાચલ પ્રદેશની સરહદથી ૯૦ હજાર વર્ગ કિલોમીટર વિસ્તારને પોતાનો બતાવ્યો છે. સરહદનો વિવાદ જટિલ મુદ્દો છે. એમાં ધીરજની જરૃરિયાત છે. શાંતિપૂર્ણ વાતચીતથી સમાધાન નીકળવું જોઈએ. બન્ને દેશે માની લીધું છે કે સરહદ ઉપર શાંતિ જરૃરી છે.

રાજનાથ સિંહે કહ્યું હતું કે બન્ને દેશ વચ્ચે ઘણા પ્રોટોકોલ છે. બન્ને દેશે માન્યું છે કે ન્છઝ્ર પર શાંતિ જાળવવી જોઈએ. ન્છઝ્ર પર કોઈપણ પ્રકારની ગંભીર સ્થિતિની બન્ને દેશના સંબંધો પર ગંભીર અસર પડશે. છેલ્લી સમજૂતીમાં ઉલ્લેખ છે કે બન્ને દેશ ન્છઝ્ર પર ઓછામાં ઓછી સેના રાખશે અને જ્યાં સુધી સરહદ વિવાદનું સમાધાન નીકળે ત્યાં સુધી ન્છઝ્રનું સન્માન કરશે. ૧૯૯૦થી ૨૦૦૩ સુધી બન્ને દેશે ન્છઝ્રને લઈને પરસ્પર સમજૂતી સ્થાપવાની કોશિશ કરી. પરંતુ ચીને એનાથી આગળ સહમતી દેખાડી નહોતી. એને કારણે ન્છઝ્રને લઈને મતભેદ છે. હું પણ જણાવવા માગું છું કે સરકારની વિભિન્ન ઈન્ટેલિજન્સ એજન્સીઓ વચ્ચે સંકલન છે. ટેક્નિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સને ભેગા કરાયા છે. પછી સશસ્ત્ર દળોને માહિતી પૂરી પડાય છે.

એપ્રિલથી પૂર્વ લદાખની સરહદ પર ચીનની સેનામાં વધારો કરાયો છે. ગલવાન ઘાટીમાં ચીને આપણી ટ્રેડિશનલ પેટ્રોલિંગ પેટર્નમાં દખલ કરી. એનું સમાધાન લાવવા માટે અલગ-અલગ સમજૂતી અને પ્રોટોકોલ લેવલની વાતચીત કરાઈ રહી હતી. મે મહિનામાં ચીને ઘણા વિસ્તારોમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી, એમાં પેન્ગોંગ લેક લેક સામેલ છે.

આપણી સેનાને કોશિશનો સમયસર ખ્યાલ આવી ગયો અને જરૃરી કાર્યવાહી કરી. અમે ચીનની ડિપ્લોમેટિક અને મિલિટ્રી ચેનલના માધ્યમથી જણાવી દીધું કે તમે વર્તમાન સ્થિતિને એકતરફી ફેરફાર કરવાની કોશિશ કરી રહ્યા છો, જે અમને કોઈપણ સંજોગોમાં મંજૂર નથી. બન્ને દેશે જૂનના રોજ બેસીને નક્કી કર્યું કે બન્ને દેશ સેનાની તહેનાતી ઓછી કરશે, પરંતુ ચીને હિંસક અથડામણ કરી. આપણા બહાદુર જવાનોએ બલિદાન આપ્યું અને ચીનને ભારે નુકસાન પહોંચાડ્યું. આપણા જવાનોએ જ્યાં સંયમની જરૃર હતી ત્યાં સંયમ અને જ્યાં શોર્યની જરૃર હતી ત્યાં શૌર્ય દેખાડ્યું હતું.

(12:00 am IST)