મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

દેશમાં ૧૧ દિવસમાં ૧૦ લાખ નવા કેસ

દેશમાં કોરોનાના કુલ કેસ ૫૦ લાખને પાર : અડધા ડઝન રાજ્યમાં કોરોના બિહામણો

નવી દિલ્હી તા. ૧૬ : દેશમાં કોરોનાની રફતાર દરરોજ હવે નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને ૫૦ લાખને પાર પહોંચી છે. કોરોનાનું સંક્રમણ તેજીથી આગળ વધી રહ્યું છે તે વાત નો અંદાજ એ વાતથી જ લગાવામાં આવે છે કે અંતિમ ૧૦ લાખ કેસ અંદાજે ૧૧ દિવસોમાં આવ્યા છે. અને બે મહિનાની અંદર ૪૦ લાખ કેસ વધ્યા છે. એકિટવ કેસોની સંખ્યા ૧૦ લાખને પાર પહોંચી ગઈ છે. આ જીવલેણ બીમારીએ અત્યારસુધીમાં ૮૦ હજારથી વધુના મોત થયા છે.

જો દેશમાં કોરોના દર્દીઓની વધતી સંખ્યાની વાત કરવામાં આવેતો છેલ્લા બે મહિનામાં કોરોના એ ખુબજ ડરામણું સ્વરૂપ ધારણ કર્યું છે. દેશમાં ૧-૧૦ લાખ કેસ ૧૬૭ દિવસોમાં આવ્યા હતા. જયારે ૧૦-૨૦ લાખ કેસ અંદાજે ૨૧ દિસોમાં આવ્યા ૨૦-૩૦ લાખ કેસ ૧૬ દિવસ, ૩૦-૪૦ લાખ કેસ ૧૩ દિવસ અને ૪૦-૫૦ લાખ કેસ ૧૧ દિવસમાં પહોંચી ગયા. ભારત કોરોના કેસના બીજા નંબર પર છે. અમેરિકા પ્રથમ અને બ્રાજીલ ત્રીજા નંબર પર છે. કોરોનાએ દેશને હલાવીને રાખી દીધો છે. કોરોનના દેશમાં પ્રતિદિન મોટી સંખ્યામાં કેસ નોંધાય રહ્યા છે. દિલ્હી, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તરપ્રદેશ જેવા રાજયોમાં આ કોરોના તેજીથી ફેલાઈ રહ્યો છે.

(11:10 am IST)