મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

રિલાયન્સે બનાવ્યો નવો રેકોર્ડ

મુકેશ અંબાણીનું સામ્રાજય તમામ સરકારી કંપનીઓથી વધારે

નવી દિલ્હી, તા. ૧૬ : મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દિવસે ને દિવસે પ્રગતિ કરી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. દેશની દરેક સરકારી કંપનીઓની સંપત્તિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીસ લિમિટેડેથી ઓછી છે. મુકેશ અંબાણીની રિલાયન્સ લિમિટેડેની માર્કેટ વેલ્યુએશન દેશની દરેક સરકારી કંપનીઓની કુલ મૂડીથી વધુ છે. જાન્યુઆરી ર૦ર૦થી અત્યાર સુધી દેશની સૌથી વેલ્યુએશન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર પ૪.૬ ટકા વધી ગઇ છે. ગુગલ, ફેસબુક અને સિલ્વરલેક જેવી મોટી કંપનીઓને મુકેશ અંબાણી દ્વારા જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલના શેર વેચવાને આ વધારાનું કારણ માનવામાં આવી રહ્યું છે.

દેશની ૮૩ પબ્લીક સેકટર અંડરટેકીંગની સંપૂર્ણ માર્કેટ કેપીટલાઇઝેશન ૧પ.૧૬ લાખ રોકડ રૂપિયા છે. બીજી બાજુ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની માર્કેટ કોપટલાઇઝેશન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડથી બે ગણી હતી. વર્ષની શરૂઆતમાં દેશની દરેક પબ્લિક સેકટર કંપનીઓની માર્કેટ કપીટલાઇઝેશન ૧૯.૩ લાખ કરોડ રૂપિયા હતી. બીજી બાજુ રિલાન્યસ લિમિટેડની માર્કેટ કેપીટલાઇઝેશન ૯.૬ લાખ કરોડ રૂપિયા હતાં.

છેલ્લા છ મહીનામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ઇકવીટી કેપીટલથી ૩૩ બિલીયન ડોલરની રકમ એકઠી કરી છે. આ ઉપરાંત છેલ્લા છ મહીનામાં રિલાયન્સે તેમના દરેક રોકાણકારોની મૂડીને બેગણાથી વધુ કરી દીધી છે. બ્લુમબર્ગના ડેટા મુજબ મંગળવાર સુધી રિલાયન્સ લિમિટડની માર્કેટ કેપીટલાઇઝેશન ર૦૭.૮૮ બિલિયન ડોલર છે જે ભારતમાં સ્ટોક એક્ષચેંજ પર લીસ્ટેડ કંપનીઓના ૧૦ ટકા છે. ભારત વિશ્વનું ૧૦મું સૌથી મોટું ઇકિવટી માર્કેટ છે જેનું માર્કેટ વેલ્યુએશન અંદાજે ર.૧૧ ટ્રીલિયન ડોલર છે.

રિલાયન્સના શેર પ્રાઇઝમાં સતત વધારાએ મુકેશ અંબાણીને વિશ્વના સૌથી છઠ્ઠા અમીર વ્યકિત બનાવી દીધા છે. મુકેશ અંબાણી પાસે ૮૮.૪ બિલિયન ડોલરની સંપતિ છે. જુન ર૦ર૦ના અંત સુધી પ્રમોટર ગ્રુપની પાસે કંપનીના પ૦.૩૭ ટકા શેર હતા.

(3:36 pm IST)