મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

તમામ લોકોને રસી મળતાં ૨૦૨૨ આવી જશે : WHO

પર્યાપ્ત પ્રમાણમાં ડોઝ, તમામને આપી શકાય તેમ નથી : જાન્યુઆરીમાં સમગ્ર દુનિયાને વેક્સીન મળી જશે અને જીવન ફરી પાટા પર ચડી જશે એવું WHOનું અનુમાન

જીનીવા, તા.૧૬  :  કોરોના વાયરસનો માર સહન કરતી દુનિયાને ક્યારે હાશકારો મળશે તેની ચિંતા સૌને સતાવી રહી છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ એવું કહ્યું છેકે તમામ લોકોને પહોંચી વળાય તેટલી વેક્સિન આવતાં હજુ ઘણો સમય લાગી શકે છે.

કોરોનાની વેક્સીનની પહેલ અંતર્ગત અલગ અલગ દેશમાં ન્યાય સંગત રીતે રસી પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ માટે આવતા વર્ષની મધ્ય સુધીમાં કરોડો ડોઝ તૈયાર કરવા પડશે. WHOનાં ચીફ સાયન્ટિસ સૌમ્ય સ્વામિનાથને કહ્યું હતું કે સામાન્ય જીવનમાં પાછા ફરવા માટે ૨૦૨૨ સુધીમાં જરૂરી માત્રામાં રસી મળવી મુશ્કેલ છે. હાલ તો પર્યાપ્ત માત્રામાં ડોઝ ઉપલબ્ધ છે. ૨૦૨૧ના અંત સુધીમાં વેક્સીન બે અબજ ડોઝ મેળવવાનું લક્ષ્ય રાખવામાં આવશે. એવું લાગી રહ્યું કે જાન્યુઆરીમાં સમગ્ર દુનિયાને વેક્સીન મળી જશે અને જીવન ફરી પાટા પર ચડી જશે. ખરેખર એવું નથી થતું. ૨૦૨૧ની મધ્યમાં અમે વેક્સીન રોલઆઉટનું સાચુ મુલ્યાંકન કરીશું, કારણકે ૨૦૨૧ની શરૂઆતમાં આ રસીનું પરિણામ જોવા મળશે.

જોકે, ચીન રસી મામલે આક્રમક રીતે આગળ વધી રહ્યું છે. ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ એન્ડ પ્રીવેન્સના વૂ ગિજેનએ મંગળવારે કહ્યું કે, નવેમ્બર-ડિસેમ્બર સુધી ચીનને સ્થાનિક રીતે રસી વિકસાવા માટેનો હક મળી જશે. ત્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચાર અઠવાડિયાની અંદર રસી આપવાનો દાવો કર્યો છે. રાજકીય દબાણમાં દવા કંપનીઓ પણ ઇમર્જન્સીમાં રસી ઉપયોગ કરવાનું લાઇસન્સ જારી કરી શકે છે.

સ્વામીનાથને કહ્યું, હાલ જે ટ્રાયલ ચાલી રહ્યાં છે, તેમાં વધારે નહીં તો ઓછામાં ઓછા ૧૨ મહિનાનો સમય તો લાગશે. આ તે સમય છે જ્યાં તમે જોઇ શકો છે કે પ્રાથમિક અઠવાડિયામાં રસીની કોઇ આડઅસર છે કે નહીં. જોકે, આ એક મહામારી છે માટે કેટલીય રેગ્યુલેટર ઇમર્જન્સી વપરસાની યાદી બનાવવા માગશે. અમેરિકાની FDA ટૂંક સમયમાં રસીના ઇમર્જન્સી યુઝ માટે ગાઈડલાઈન જારી કરી શકે છે.

(8:58 pm IST)