મુખ્ય સમાચાર
News of Sunday, 17th January 2021

અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ જો બિડનની શપથવિધિના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગટન છોડી ફ્લોરિડા જતા રહેશે : તેમના બદલે વાઇસ પ્રેસિડન્ટ માઈક પેન્સ શપથવિધિમાં હાજરી આપશે : અંતરંગ વર્તુળોનો અહેવાલ

વોશિંગટન : અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ જો બિડનનો શપથવિધિ 20 જાન્યુઆરીના રોજ યોજાનાર છે.જેમાં વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર નહીં રહે તેવું તેમણે અગાઉથી જાહેર કરી દીધેલું જ છે. તેઓ આ દિવસે વહેલી સવારે પોતાના સમર્થકો સાથે ફ્લોરિડા જતા રહેશે તેવું તેમના અંતરંગ વર્તુળોએ જણાવ્યું છે.

શપથવિધિ સમારોહમાં ટ્રમ્પના  બદલે વાઇસ પ્રેસિડન્ટ માઈક પેન્સ હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાની કોંગ્રેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પસાર થઇ ચુક્યો છે.જે 197 વિરુદ્ધ 232 મતોથી પસાર થયો છે.જેમાં રિપબ્લિકન સાંસદોના પણ 10 મતોનો સમાવેશ થાય છે.

(12:30 pm IST)