કચ્છના કીડાણામાં રામમંદિર નિર્માણ નિધિ માટેની રેલી દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ : વાહનોને આગચંપી
મુન્દ્રાના સાડાઉ બાદ ગાંધીધામના કીડાણામાં ઘટના બનતા કચ્છમાં માહોલ ગરમાયો: આગચંપી બાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો: રેલી દરમિયાન કેટલાક ટીખળખોર શખ્સો દ્વારા પથ્થરમારો થતા મામલો બિચક્યો
ભુજ : કચ્છની કોમી એકતા ડોળવાનો વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. ગાંધીધામ પાસેના કીડાણામાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલીને લઇને બબાલ થઇ છે. બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર થયો હતો. તો કચ્છના મુન્દ્રા નજીક રામમંદિર નિર્માણ રેલી દરમિયાન કેટલાક ટીખળખોર શખ્સો દ્વારા પથ્થરમારો કરાયો હતો. કચ્છમાં આ પ્રકારની 2 ઘટનાને લઇને મામલો ગરમાયો છે
કચ્છના મુન્દ્રા અને કીડાણામાં 2 જૂથ વચ્ચે ધીંગાણુ થયું છે. ગાંધીધામના કીડાણામાં રામમંદિર નિર્માણ નિધિ માટે યોજાયેલી રેલી દરમિયાન બબાલ થઇ છે. ચકમક થતા મામલો બીચક્યો હતો. જૂથ અથડામણ દરમિયાન કેટલાક વાહનોને આગચંપી કરાઇ છે. હાલ ગાંધીધામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મુન્દ્રાના સાડાઉ બાદ કીડાણામાં ઘટના બનતા કચ્છમાં માહોલ ગરમાયો છે. તો સાડાઉમાં પણ કચ્છ પશ્ચિમ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે