મુખ્ય સમાચાર
News of Sunday, 17th January 2021

રામ મંદિરના નામે ગેરકાયદેસર ફંડફાળાની વસૂલી :કથિત હિન્દૂ સંગઠન વિરૂદ્ધ ફરિયાદ

ચાર લોકો વિરૂદ્ધ મુરાદાબાદ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રૂપથી ચંદો ઉઘરાવવાના આરોપમાં એફઆઈઆર

લખનૌ : અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે દેશભરમાં નિધિ સમર્પણ અભિયાન શરૂઆત થઈ ચૂકી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રથમ દાન આપ્યું છે. આ વચ્ચે યૂપીના મુરાદાબાદમાં રામ મંદિર નિર્માણના નામ પર કથિત હિન્દુ સંગઠનો દ્વારા છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. રામ મંદિર નિધિ સમર્પણ સમિતિના મંત્રી પ્રભાત ગોયલે ચાર લોકો વિરૂદ્ધ મુરાદાબાદ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રૂપથી ચંદો ઉઘરાવવાના આરોપમાં એફઆઈઆર નોંધાવી છે

આનાથી પહેલા યૂપી સરકારમાં પંચાયત રાજ કેબિનેટ મંત્રી ચૌધરી ભૂપેન્દ્ર સિંહ સામે સીએમ યોગીનો ફોટો લાગેલી રસીદથી ચંદો વસૂલવાનો કેસ સામે આવ્યો હતો. રામ મંદિર નિર્માણના નામ પર ચંદો વસૂલી કરવાના આરોપમાં બીજેપીના જિલ્લા અધ્યક્ષ રાજપાલ ચૌહાણ દ્વારા માજોલમાં કેસ નોંધાવવામાં આવ્યો છે.

યૂપીની કેબિનેટમાં મંત્રી ભૂપેન્દ્ર સિંહનું કહેવું છે કે, આવા લોકો પર દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ, ચંદાની રસીદ પર મુખ્યમંત્રી, મંત્રી અને સન્માનિત નેતાઓના ફોટા છપાયેલા છે, જે યોગ્ય નથી.

 

નિર્ધિ સમર્પણ અભિયાન હેઠળ રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દૂ પરિષદ લોકોનું સમર્પણ અને સહયોગ રાશિ લેશે. આ દરમિયાન 10 રૂપિયા, 100 રૂપિયા અને 1000 રૂપિયાની કૂપન હશે. 2000 રૂપિયાથી વધારે સહયોગ કરનારાઓને રસીદ આપવામાં આવશે. આ ચંદાના માધ્યમથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય સંપન્ન થશે. કાર્યકર્તાનો જૂથ બનાવીને ઘર-ઘર જઈ રહ્યાં છે અને રામ મંદિર નિર્માણ માટે સમર્પણ નિધિની માંગ કરી રહ્યાં છે.

યૂપી, એમપી, આંધપ્રદેશ ઉપરાંત અન્ય કેટલાક રાજ્યોમાં બીજેપી પણ ચંદો ઉઘરાવવાની કોશિશમાં છે. મધ્ય પ્રદેશના મુખ્યમમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ એક લાખ રૂપિયાની સહયોગ રાશિનું ચેક આપતા કહ્યું છે કે, અયોધ્યામાં રામ મંદિર નહીં રાષ્ટ્ર મંદિર બની રહ્યું છે. આંધ્ર પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના પ્રમુખ સોમૂ વીરરાજૂએ 50,000 રૂપિયા દાન આપ્યું. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રે પણ 12 જાન્યુઆરીએ રાજ્યમાં રામ જન્મભૂમિ ન્યાસના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભંડોળ એકઠું કરવા માટે અભિયાન લોન્ચ કરવામાં આવ્યોહતો 

(10:57 pm IST)