મુખ્ય સમાચાર
News of Sunday, 17th January 2021

ધૂમ્રપાન કરનાર અને શાકાહારી લોકોમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું : નવા સર્વેમાં મોટો ખુલાસો

બ્લડ ગ્રુપ 'O' વાળા લોકો સંક્રમણ સામે ઓછા સંવેદનશીલ જ્યારે 'B' અને 'AB' બ્લડ ગ્રુપ વાળા લોકોને વધારે જોખમ

નવી દિલ્હી : વૈજ્ઞાનિક અને ઔદ્યોગિત અનુસંધાન પરિષદ (CSIR) દ્વારા પોતાના લગભગ 40 સંસ્થાઓમાં કરેલા અખિલ ભારતીય સીરોસર્વે અનુસાર ધુમ્રપાન કરતા અને શાકાહારીઓમાં ઓછી સીરો પોઝિટિવીટી જોવા મળી છે.જે દર્શાવે છે કે, તેમને કોરોના વાયરસથી સંક્રમિત થવાનું ઓછુ જોખમ રહેલુ છે. સર્વેમાં એવું જાણવા મળ્યુ છે કે, બ્લડ ગ્રુપ 'O' વાળા લોકો સંક્રમણ સામે ઓછા સંવેદનશીલ હોય છે. જ્યારે 'B' અને 'AB' બ્લડ ગ્રુપ વાળા લોકોને વધારે જોખમ ઉભુ થાય છે.

CSIRએ એસએઆરએસ-સીઓવી-2 પ્રત્યે એન્ટીબોડીની હાજરીનું આકલન કરવા પોતાના સંશોધનમાં લેબોરેટરીમાં કામ કરતા 10,427 વયસ્ક વ્યક્તિઓ અને તેમના પરિવારના સભ્યોના સ્વૈચ્છિક આધારે નમૂના લીધા હતા. IGIB દિલ્હી દ્વારા સંચાલિત અધ્યયનમાં કહેવાયુ છે કે, 10,427 વ્યક્તિઓમાંથી 1,058 (10.14 ટકા)માં એસએઆરએસ-સીઓવી-2 પ્રત્યે એન્ટીબોડી હતી.

સંશોધનમાં એવુ પણ જાણવા મળ્યુ છે કે, અમારૂ તારણ છે કે, ધૂમ્રપાન કરતા લોકોમાં સીરો પોઝિટીવ હોવાની સંભાવના ઓછી છે. સામાન્ય વસ્તીમાં આ પ્રથમ રિપોર્ટ છે, અને તેનો પુરાવો છે કે, કોવિડ શ્વસન સંબંધિત બિમારી હોવા છતાં તે ધૂમ્રપાનથી બચાવકારી હોય શકે છે. આ સંશોધનમાં ફ્રાન્સના બે અધ્યયન અને ઈટલી, ન્યૂયોર્ક અને ચીનમાંથી આવા પ્રકારના રિપોર્ટનો હવાલો આપવામાં આવ્યો છે. જેમાં ધૂમ્રપાન કરતા લોકોમાં સંક્રમણ ઓછુ જોવા મળ્યુ છે.

(11:30 pm IST)