મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

સરકાર બહુ વધારે ટેક્સ લેતી હોવાથી ભારતમાં બિઝનેશ નહીં વધારીએ : ટોયોટાની સાફ વાત

અહીં આવી પૈસાનું રોકાણ કર્યા બાદ એવો મેસેજ મળે છે કે અહીં તમારી જરુર નથી

નવી દિલ્હીઃ ટોયોટા મોટર્સ કોર્પ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે સરકાર બહુ વધારે ટેક્સ લેતી હોવાથી તે ભારતમાં પોતનું બિઝનેસ વધારશે નહીં. કંપનીનું આ પગલું મોદી સરકાર માટે મોટો આંચકો છે. ટોયોટાના સ્થાનિક યુનિટ ટોયોટા ક્રિલોસ્ક મોટરના વાઇસ ચેરમેન શેખર વિશ્વનાથને કહ્યું કે ભારત સરકાર કાર અને બાઇક પર વધુ ટેક્સ વસુલે છે.

શેખર વિશ્વનાથને જણાવ્યું કેઆ ટેકસ એટલો વધારે છે કે કંપનીઓ માટે પોતાનો ધંધો વિકસાવવાનું બહુ મુશ્કેલ છે. વધુ ચેક્સને કારણે અનેક ગ્રાહકો ગાડીઓ ખરીદી શકતા નથી. તેથી ફેકટરીઓમાં કામ છપ છે અને રોજગારનું સર્જન પણ થઇ રહ્યું નથી

અહીં આવી પૈસાનું રોકાણ કર્યા બાદ અમને એવો મેસેજ મળે છે કે અહીં તમારી જરુર નથી. જો કે કોઇ ટેક્સ રિફોર્મ નહીં હોવાને કારણે અહીંથી કંપનીઓ જશે નહીં પણ પોતાનો ધંધો વિકસાવશે પણ નહીં

ટોયોટાવિશ્વની સૌથી મોટી કાર કંપનીઓમાંની એક છે. તેણે ભારતમાં પોતાનો બિઝનેસ 1997માં શરુ કર્યો હતો. તેની સ્થાનિક યુનિટમાં જાપાની કંપનીની 89 ટકાની ભાગીદારી છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ એસોસિએશન ડાટાના જણાવ્યા મુજબ ઓગસ્ટ 2020માં કંપનીની ભારતીય બજારમાં ભાગીદારી માત્ર 2.6 ટકા રહી ગઇ છે. જે એક વર્ષ પહેલાં 5 ટકા હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં કાર પર લકઝરી ગૂડ્સ ટેક્સ લાગે છે. તેના કારણે કારની કિંમતો પણ વધી જાય છે. ભારત વિશ્વનું સૌથી મોટું કાર માર્કેટ છે. છતાં ઓટો કંપનીઓ પોતાનો બિઝનેસ વિસ્તારવા માટે સતત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.

(12:00 am IST)