મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

સોનાની હાજર ડીલેવરીમાં માંગ વધતા ભાવમાં પણ ઉછાળો આવ્‍યોઃ વાયદામાં સોના ભાવ પ્રતિગ્રામ રૂ.૩ર૩ વધી પર૦૧૦-૦૦ થયો

નવી દિલ્‍હીઃ વૈશ્વિક કોરોના મહામારી વચ્‍ચે લોકો સલામત રોકાણ માટે આકર્ષાયા છે. જેને લઇને સોનાની માંગ વધતા આજે સોના હાજર ભાવમાં ઉછાળો જોવા મળ્‍યો છે.  હાજર માંગમાં નવી પોઝિશનના લીધે આજે વાયદામાં સોનાનો ભાવ (Gold price) પ્રતિ દસ ગ્રામે 323 રૂપિયા વધીને 52,010 રૂપિયા થયો હતો.

મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ (MCX) પર સોનાના ઓક્ટોબર ડિલિવરી કોન્ટ્રાક્ટનો ભાવ (Gold price)પ્રતિ દસ ગ્રામે 323 રૂપિયા કે 0.62 ટકા વધીને પ્રતિ દસ ગ્રામે 52,010 રૂપિયા થયો હતો. તેમાં બિઝનેસ ટર્નઓવર 11,397 લોટનું થયું હતું.

વિશ્લેષકોએ જણાવ્યું હતું કે બજારના સહભાગીઓએએ નવી પોઝિશન બિલ્ટ અપ કરતા સોનાના ભાવમાં વધારો થયો છે.

સોનાનો ભાવ મંગળવારે બે મહિનાના ટોચ પર પહોંચ્યો છે. ડોલર હળવો થતા અને ફેડરલ રિઝર્વ તેની સવલતભરી રાજકોષીય નીતિ જારી રખશે તેના લીધે સોનુ (Gold price)ઊચકાયુ હતુ.

હાજર સોનાનો ભાવ 0.4 ટકા વધીને પ્રતિ ઔંસ 1,964.34 ડોલર થયો હતો. આમ ચાલુ મહિનામાં સોનાએ નોંધાવેલી આ અત્યાર સુધીની ઊંચી સપાટી છે. આ પહેલા સોનાએ બીજી સપ્ટેમ્બરના રોજ પ્રતિ ઔંસ 1,968.80 ડોલરની સપાટી બનાવી હતી. અમેરિકામાં સોનાના વાયદાનો ભાવ 0.6 ટકા વધીને પ્રતિ ઔંસ 1,975.20 ડોલર થયો હતો.

આ સિવાય ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ 27 ડોલરને આંબી જાય તેમ માનવામાં આવી રહ્યુ છે. ડોલર કરન્સીઝના બ્રોડ બાસ્કેટ સામે ઘટતા અને લોકડાઉનના બીજા વેવના લીધે કીમતી ધાતુને વધારાનો ટેકો મળ્યો હતો.

સાક્સો બેન્કના એનાલિસ્ટ ઓલી હેન્સેને ઉમેર્યુ હતું કે ડોલરમાં નબળાઈ તેનો હિસ્સો ભજવી રહી છે, પરંતુ ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફઓએમસી) દ્વારા થોડા ઘણા ટેકાની પણ આશા છે અને તેનાથી બજારને મદદ મળશે. આ સિવાય હાલમાં તો ગોલ્ડને ઊંચે લઈ જવાય તેવું કોઈ પ્રેરકબળ તો હાલમાં છે જ નહી.

ડોલર ઇન્ડેક્સ ઘટવાના લીધે સોનું બીજા ચલણના ખરીદદારો માટે ઓછું આકર્ષક રહ્યુ છે. સહભાગીઓ હવે બુધવારે પૂરી થનારી ફેડની ટુ ડે પોલિસી ઇવેન્ટની રાહ જોઈ રહ્યા છે.

યુએસ ફેડના મોટાભાગના ડોવિશ સિનારિયો ગોલ્ડના પ્રાઇસ(Gold price)ના પ્રતિબિંબિત થઈ ચૂક્યા છે. મધ્યસ્થ બેન્કની ગાઇડલાઇન્સ વ્યાજના દર કેવી રીતના નીચા રાખવા અને ફુગાવાનુ સરેરાશ પૂર્વાનુમાન કેટલુ હોઈ શકે તે બધુ ગણાઈ ચૂક્યુ છે, એમ એબીએન એમરોએના વિશ્લેષક જ્યોર્જ બોઇલીએ જણાવ્યું હતું.

(12:00 am IST)