મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

સુગાએ પીએમ. પદ સંભાળતા પહેલા શિંજો આબેના મંત્રીમંડલને આપ્યુ રાજીનામું : સુગા ખેડુત પુત્ર છે

જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે અને એમના મંત્રીમંડલએ બુધવારના રાજીનામું આપી દીધું જેથી યોશિહિદે સુગા ના પ્રધાનમંત્રી બનવાનો રસ્તો સાફ થઇ ગયો સૌથી વધુ લાંબા સમય સુધી જાપાનના પ્રધાનમંત્રી રહેલ આબેએ સ્વાસ્થ્યના કારણોસર પદ છોડયું છે. એમના કાર્યકાળમાં ચીફ કેબિનેટ સેક્રેટરી રહેલ સુગા સોમવારના લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નવા પ્રમુખ બન્યા હતા સુગા એક સ્ટ્રોબેરી ખેડૂતના પુત્ર છે.

(12:00 am IST)