મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

સૌરાષ્ટ્રના પ્રથમ હરોળના પીઢ પત્રકાર કાંતિભાઇ કતીરાનો દેહાંતઃ કોરોનાએ જીવનદિપ બુઝાવ્યો

રાજકોટઃ સૌરાષ્ટ્રના પ્રથમ હરોળના પીઢ પત્રકાર શ્રી કાંતિભાઇ કતીરાનું કોરોના મહામારીમાં આજે મોડી સાંજે દુઃખદ અવસાન થયું છે.

શ્રી કાંતિભાઇનું જીવન બચાવવા ડોકટરોએ અથાગત પ્રયાસો કર્યા હતા. અકિલા પરિવારે બે મિનિટનું મૌન પાળી પરિવારજન સમા આ દિગ્ગજ પત્રકારને શ્રધ્ધાંજલી અર્પી હતી.

તેમના ભત્રીજા કિરણભાઇ કતીરા, તેમના બેન વિમળાબેન સહિતના કુટુંબીજનોને વિલાપ કરતા છોડી  ગયા છે.

શ્રી કાંતીભાઇ ૯૦ વર્ષની વયના હતા. તેમના બેન વિમળાબેનને પણ કોરોના પોઝીટીવ આવતા સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. જયાં તેમનો રિપોર્ટ આજે નેગેટીવ આવ્યો છે.

કાંતીભાઇ સાથે અકિલા પરિવારનો ત્રણ પેઢીનો અતૂટ નાતો રહ્યો હતો. જયહિન્દથી કારકિર્દી તેમણે શરૂ કરી હતી અને દાયકાઓ સુધી જયહિન્દનું પ્રથમ પાનું, તંત્રી લેખ અને રાજકીય સમાચારો સંભાળ્યા હતા.  જીવનના છેલ્લા સ્વાસ સુધી તેમણે કલમ છોડી ન હતી.

શ્રી સતિષભાઇ મહેતાના વડપણ હેઠળ નીકળતા અબતક અખબારમાં દિવસો સુધી તેમણે તંત્રી લેખો લખ્યા હતા.

ઓમ શાંતિ... શાંતિ... શાંતિ...

(11:12 pm IST)