મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

રાજસ્થાનના કોટામાં ૩૫ પ્રવાસીઓ વાળી હોડી ચંબલ નદીમાં ડુબી જતાં ૧૨ લોકોના મોત : 19ને રેસ્ક્યુ કરાયા

૩૫ પ્રવાસીઓમાં ૧૨ મહિલાઓ અને છ બાળકો હતા:ચાર લોકો હજુ લાપતા : શોધખોળ ચાલુ

રાજસ્થાનના કોટામાં ૩૫ પ્રવાસીઓ વાળી હોડી ચંબલ નદીમાં ડુબી જતાં ૧૨ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ચાર લોકો ગૂમ થયા છે, અન્ય ૧૯ લોકોને બચાવી લેવાયા છે. અગાઉથી જ તૂટેલી હોડીમાં બેઠેલા ૩૫ પ્રવાસીઓમાં ૧૨ મહિલાઓ અને છ બાળકો હતા. ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટુકડીએ ૧૯ પ્રવાસીઓને સુરક્ષિતપણે બહાર કાઢ્યા હતા. જ્યારે એમાનાં અન્ય ૧૨ પ્રવાસીઓની લાશ મળી આવી હતી. અન્ય ચાર લોકો હજી લાપતા છે. પરિસ્થિતિ એવી હતી કે કોટાથી તબીબોની ટીમને બોલાવીને સ્થળ પર જ લાશના પોસ્ટમોર્ટમની વ્યવસ્થા કરવી પડી. જિલ્લા કલેકટર અને પોલીસ અધિક્ષકે ઘટના સ્થળે બચાવકાર્યનું નિરીક્ષણ કર્યું હતુ.

આ દુર્ઘટનામાં ૩૫ ભાવિકો પહેલેથી તૂટેલી હોડીમાં બેસીને કમલેશ્વર ધામ મંદિરમાં ભગવાનના દર્શન માટે જઈ રહ્યા હતા. હોડીની ક્ષમતા કરતાં વધુ લોકો એમાં બેઠા હતા. હોડીમાં ૧૦ મોટર સાયકલ સહિત અન્ય સામાન પણ મૂકવામાં આવ્યો હતો. આથી હોડી ચંબલ નદીમાં થોડેક દૂર જઈને અસંતુલિત થતાં પલટી ખાઈ ગઈ હતી. હોડીના પ્રવાસીઓ પાણીમાં ડૂબવા લાગ્યા. એમાંના બે જણ તરીને બહાર આવી ગયા. કોટાથી ચંબલ ખાતે પહોંચેલી બચાવ ટુકડીએ ૧૯ લોકોને સુરક્ષિત પણે બહાર કાઢી લીધા, જ્યારે અન્ય ૧૨ લોકોની લાશ કાઢવામાં આવી

(11:12 am IST)