મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

અમેરિકા આરોગ્ય એજન્સીના સર્વેમાં ખુલાસો

અમેરિકનોને નાની વયે અસ્થમા, સ્થુળતા અને હ્ય્દયરોગનો શિકાર

વોશીંગ્ટનઃ કોરોના સંક્રમીત જે યુવાઓએ જીવ ગુમાવ્યા છે તેનું સૌથી મોટુ કારણ તેમની ખરાબ જીવન શૈલીના કારણે તેમને ઉંમર પહેલા જ રોગ થયેલા હતા.

અમેરિકાની ટોચની આરોગ્ય એજન્સી સીડીસીનું કહેવું છે કે જો આ યુવાઓ તંદુરસ્ત હોત તો તેમાંથી ૭૫ ટકાના જીવ બચાવી શકાયા હોત. સીડીસીએ ૧૨ ફેબ્રુઆરીથી ૩૧ જુલાઇ દરમ્યાન કોરોનાના કારણે માર્યા ગયેલા યુવાઓ પર કરેલા અભ્યાસનું આ તારણ છે.

મૃતક યુવાઓમાં ૭૦ ટકા ૧૦ થી ર૦ વર્ષના હતા. જયારે બાકીના ર૦ ટકા ૧ થી ૯ વર્ષના અને ૧૦ ટકા એક વર્ષથી ઓછી વયના હતા. તેમાં ર૮ ટકા અસ્થમા, રટ ટકા સ્થુળતા, રર ટકા મગજની બિમારી અને ૧૮ ટકા હ્ય્દયરોગના શિકાર હતા. આ બિમારીના શિકાર હોવાના કારણે આ યુવાઓને કોરોનાથી ન બચાવી શકાયા. ફકત રપ ટકા અમેરીકન યુવાઓ જ એવા હતા જેમને પહેલા કોઇ રોગ ન હોવા છતા પણ તેમને કોરોનાથી ન બચાવી શકાયા.

સીડીસી અનુસાર જો સંક્રમણની યોગ્ય રીતે નિગરાની કરીને જોખમવાળા સમુહો પર ખાસ ધ્યાન આપવામાં આવે તો યુવાઓને અસમય મોતના મુખમાં જતા બચાવી શકાય છે હવે જયારે શાળાઓ કોલેજો સંપુર્ણ રીતે ખુલવા માટે તૈયાર છે ત્યારે આરોગ્ય એજન્સીઓએ સતર્ક થઇ જવુ જોઇએ.

(1:00 pm IST)