મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

યુ.પી.એસ.સી.પરીક્ષા માટે મુસ્લિમ સ્ટુડન્ટ્સને કોચિંગ આપતી સંસ્થા " ઝકાત ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા " આતંકવાદી સંગઠનો પાસેથી નાણાં મેળવે છે : સુદર્શન ટી.વી.નો ઘટસ્ફોટ : સુદર્શન ટી.વી.ઉપર પ્રસારિત થતા ' યુ.પી.એસ.સી.જેહાદ ' શો સામે સુપ્રીમ કોર્ટએ આપેલા સ્ટે અંતર્ગત સુદર્શન ટી.વી.ની દલીલો

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ નામદાર ડી.વાય.ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની બેન્ચ દ્વારા સુદર્શ ટી.વી.ના શો ' યુપીએસસી જેહાદ 'અંગે સુનાવણી ચાલુ થઇ છે. સુપ્રીમ કોર્ટમાં થયેલી પિટિશનમાં સુદર્શન ટી.વી.દ્વારા દર્શાવાયેલા શો માં  મુસ્લિમ કોમ વિષે પુછાયેલા સવાલો કોમ્યુનિટી વિષે ગેરસમજ ફેલાવનારા હોવાના આક્ષેપને અનુલક્ષીને શો ઉપર કામચલાઉ સ્ટે આપવામાં આવ્યો હતો .

જેના અનુસંધાને શરૂ થયેલી સુનાવણીમાં સુદર્શન ટી.વી.એ જણાવ્યું હતું કે તેઓનો હેતુ કોઈ કોમ કે વ્યક્તિને નિશાન બનાવવાનો નથી.તેથી તેઓએ શો નું નામ યુપીએસસી જેહાદ રાખ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે યુપીએસસી પરીક્ષા આપતા મુસ્લિમ સ્ટુડન્ટ્સને જે  ઝકાત ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા કોચિંગ આપવામાં આવી રહ્યું છે .તે ફાઉન્ડેશનને જુદા જુદા આતંકવાદી ઓર્ગેનાઇઝેશન દ્વારા ફંડ પૂરું પાડવામાં આવી રહ્યું છે .જે મુસ્લિમ સ્ટુડન્ટ્સને આઇ.એ.એસ.,આઇ.પી.એસ.તેમજ યુ.પી.એસ.સી.માટે પ્રોત્સાહિત કરવા વયરાય છે.ટી.વી.દ્વારા દર્શાવતા શો નો હેતુ પ્રજાની તેમજ રાષ્ટ્રની સલામતી જાળવવાનો છે

ટી.વી.દ્વારા પ્રસારિત કરાતા શો માં શામેલ થવા ઝકાત ફાઉન્ડેશનના સૈયદ જાફર મોહમ્મદને  આમંત્રિત કરાયા હતા તથા તેમની ઓફિસ અને નિવાસ સ્થાને જઈને પણ આમંત્રણ પાઠવાયું હતું પરંતુ તેઓ શો માં જોડાયા નહોતા.તેઓએ મદીના ટ્રસ્ટ યુ.કે.પાસેથી ફંડ મેળવેલું છે.જેના ટ્રસ્ટી ઇસ્લામિક ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે.જેના બે ટ્રસ્ટીઓ પ્રતિબંધિત  તાલિબાન તથા અલકાયદા સાથે જોડાયેલા છે.

ઉપરાંત 2019 ની સાલમાં લંડન ખાતે ભારતીય દૂતાવાસ ઉપર થયેલા હુમલામાં પણ આ મદીના ટ્રસ્ટ સંડોવાયેલું હતું તેવા અહેવાલ છે.તેમજ મદીના ટ્રસ્ટએ મુસ્લિમ એઈડ યુ.કે.પાસેથી પણ ફંડ મેળવેલું છે.કે જે અનેક આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલ છે.ઝાકીર નાયકનું ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન ગેરકાયદે પ્રવૃતિઓ ડામવા માટેના એક્ટ હેઠળ પ્રતિબંધિત છે.જેના યુ.કે.ખાતેના પૂર્વ ડિરેક્ટર હાલના ઝકાત ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના યુ.કે.ખાતેના ડિરેક્ટર છે.

અમે અત્યાર સુધીના ચાર શો માં મુસ્લિમ સ્ટુડન્ટ્સ યુ.પી.એસ.સી.પરીક્ષા ન આપે તેવું ક્યારેય કહ્યું નથી.દરેક કોમ્યુનિટીના લોકોને પરીક્ષા આપવાનો અધિકાર છે.પરંતુ આતંકવાદ આંતર રાષ્ટ્રીય સમસ્યા છે અને આતંકવાદી સંગઠન દ્વારા નાણાં આપી મુસ્લિમ સ્ટુડન્ટ્સને યુ.પી.એસ.સી.પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરાય છે.તે યોગ્ય નથી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:36 pm IST)