મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

રિયા ચક્રવતી ડ્રગ કેસ : રકુલ પહોંચી દિલ્હી હાઇકોર્ટ : મીડિયા કવરેજ ઉપર પ્રતિબંધની માંગણી : છબી ખરડાઇ રહી હોવાનો દાવો

નવી દિલ્હીઃ ડ્રગ્સ મામલમાં પોતાનું નામ સામે આવતા રકુલ પ્રીત સિંહે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં તેની વિરૂદ્ઘ કરવામાં આવી રહેલી મીડિયા કવરેજ ઉપર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે તેમની છાપને ખરાબ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ મામલામાં કોર્ટમાં સુનાવણી શરૂ છે.

રકુલપ્રીતે પોતાની અરજીમાં કહ્યું છે કે રિયા ચક્રવર્તી કેસમાં તેમનુ નામ આવ્યા પછી મીડિયા ટ્રાયલ ચાલવા લાગી છે. જેથી હાઈકોર્ટને રકુલપ્રીતે વિનંતી કરી છે કે સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયને આદેશ આપવામાં આવે કે તેમની વિરૂદ્ઘ મીડિયામાં કવરેજ ન કરવામાં આવે. રકુલપ્રીતે પોતાની અરજીમાં પણ કહ્યું કે તેમને શૂટ દરમિયાન જાણકારી મળી હતી તેમનું નામ અને સારા અલી ખાનનું નામ રિયાએ આપ્યું છે અને મીડિયાએ આ સમાચાર ચલાવવાનું શરૂ કરી દીધું છે. રકુલપ્રીતના વકીલે હાઈકોર્ટમાં કહ્યું કે મીડિયા રકુલપ્રીતને બદનામ કરી રહ્યું છે. કોર્ટે રકુલ પ્રીતને એ પણ સવાલ કર્યો હતો કે તેણે સૂચના અને પ્રસારણ મંત્રાલયને ઓફિશિયલ ફરિયાદ કેમ ન કરી ?

આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે દરેક મીડિયા ચેનલને સંયમથી કામ કરવા માટે કહ્યું છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, નેશનલ બ્રોડકાસ્ટર એસોસિએશન, પ્રસાર ભારતી, પ્રેસ કાઉન્સિલને કહ્યું છે કે મીડિયા ચેનલોને કોઈ વચગાળાનો રસ્તો આપે. એનસીબીની પૂછપરછમાં રિયા ચક્રવર્તીએ ડ્રગ્સ કેસમાં બોલિવૂડના કેટલાક નામનો ખુલાસો કર્યો છે. રિયાએ સારા અલી ખાન, ડિઝાઈનર સિમોન ખંબાટા અને રકુલ પ્રીતનું નામ એનસીબીને આપ્યું છે. સુશાંતના ફાર્મ હાઉસ ઉપર થયેલી પાર્ટીમાં સારા અલી ખાન, શ્રદ્ઘા કપૂર, રિયાના ગયાની પૂષ્ટી ત્યાના મેનેજર દ્વારા કરવામાં આવી હતી. પોલિસે સુશાંતના આ ફાર્મહાઉસમાંથી દ્યણી નશો કરવામાં ઉપયોગ થતી વસ્તુઓને જપ્ત કરવામાં આવી છે.

(3:25 pm IST)