મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

શહેરમાં કોરોનાનો કુલ આંક ૪૭૦૦ને પાર : આજે નવા ૪૩ કેસ : ૮૬ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન

આજદિન સુધીના કુલ કેસ ૪૭૭૪ : ગઇકાલે ૧૯૩ દર્દીઓ સાજા થયા : કુલ ૩૩૨૦ દર્દીઓ ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ ૭૦.૧૭ ટકા : ૬૦ હજાર ઘરનો સર્વે : માત્ર ૧૮ દર્દીઓને તાવ, શરદીના લક્ષણો

રાજકોટ તા. ૧૭ : સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતુ જાય છે ત્યારે રાજકોટ શહેરમાં પણ કોરોના કેસનાં આંકમાં સતત વધારો થઇ રહ્યો છે.  આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૩ પોઝીટીવ કેસ આવ્યા છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી. ગઇ કાલે એક દિ'માં ૧૯૩ દર્દીઓ સાજા થતા કુલ ડિસ્ચાર્જ ૩૩૨૦ દર્દીઓ થતા રિલ્વરી રેટ ૭૦.૧૭ ટકા થયો છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૩ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૪૭૭૪  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૩૩૨૦ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૭૦.૫૭ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૭૦૦૨ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૯૪કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૪૧ ટકા થયો  હતો. જયારે ૧૯૩ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૧,૫૦,૨૪૯ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૩૨૦ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૧૪  ટકા થયો છે.

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની સ્થિતિએ   જલારામ સોસાયટી-૧૫૦ ફુટ રીંગ રોડ, ગુણાતીત નગર-૧૫૦ ફુટ રીંગ રોડ, વિજયનગર- થોરાળા, ગાયત્રી નગર-૮૦ ફુટ રોડ, ઢેબર રોડ કોલોની કવાર્ટર, ન્યુ કુંભારવાડા-કેનાલ રોડ, ગુલાબવાટીકા સોસાયટી- એરપોર્ટ રોડ, મારૂતીનગર - કુવાડવા રોડ, કરણ પરા, ભગવતી પરા તથા આલાપ એવન્યુ યુનિવીર્સટી રોડ  સહિતના વિસ્તારોમાં ૮૬માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૬૦ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૧૭ લોકોને તાવનાં લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૬૦,૩૭૯ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૧૭ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા. જ્યારે  આસ્થા રેસી., ક્રિષ્ના એપાર્ટમેન્ટ, અમૃત ધારા, બાલાજી પાર્ક, શિવ દ્રષ્ટિ પાર્ક, યાદવ નગર, અકુંર સોસાયટી, સંતોષ પાર્ક, ભારતી નગર, હસન વાડી સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૦,૫૦૫ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(3:29 pm IST)