મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

કોરોનાની રસી બને અને બજાર માં આવે ત્યારે સાચું. પરંતુ અનેક દેશોએ એડવાન્સ ઓડર બુક કરાવ્યા!!!

હાલમાં પાંચ કંપનીઓ દ્વારા ઉત્પાદન પ્રક્રિયા ચાલુ છે

વોશિંગ્ટન : કોરોનાની સસીની  ઉત્પાદનની પ્રક્રિયા હાલ ચાલુ છે સફળ થશે ત્યારની વાત ત્યારે પણ  વિશ્વના અનેક  આર્થિક સધ્ધર દેશોએ અત્યારથીજ રસી મેળવવાના ઓર્ડસ બુક કરાવ્યાનુ જાણવા મળેલ છે.

ઓક્સફેમ(Oxfam)ના અહેવાલમાં આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે. એનાલિટિક્સ કંપની એરફિનિટી દ્વારા એકત્ર કરવામાં આવેલા આંકડા મુજબ સ્વૈચ્છિક સંગઠને હાલના સમયમાં ટેસ્ટિંગના અંતિમ તબક્કામાંથી પાંચ વેક્સિન ઉત્પાદન (Corona vaccine)કંપનીઓ, ફાર્માસ્યુટિકલ્સ અને ખરીદદાર દેશો વચ્ચે થયેલા સોદાનું વિશ્લેષણ કર્યુ છે.

પાંચ કંપનીઓએ રસીના મોરચે સાધી પ્રગતિ

આ અહેવાલના આધારે ઓક્સફેમ અમેરિકાના રોર્ટ સિલ્વરમેને જણાવ્યું હતું કે જીવન રક્ષક વેક્સિનની(Corona vaccine) પહોંચ તે બાબત પર આધારિત ન હોવી જોઈએ કે તમે ક્યાં રહો છો અથવા તો તમારી પાસે કેટલા નાણા છે. તેમણે જણાવ્યું હતું કે એક સલામત અને અસરકારરક વેક્સિનનો વિકાસ (Corona vaccine)અને સમર્થન મહત્ત્વનું છે, પરંતુ તેટલું જ મહત્ત્વપૂર્ણ તે છે કે આ રસી બધા માટે ઉપલબ્ધ હોય, સસ્તી હોય. તેનું કારણ એ છે કે કોરોના ફક્ત એક જ સ્થળે નથી, પરંતુ બધા સ્થળે છે.

આ દેશો દ્વારા એસ્ટ્રાજેનેકા, ગામાલેયા-સ્પુટનિક, મોડર્ન, ફાઇઝર અને સિનોવિક પાસેથી રસી ખરીદવાના કરાર કરવામાં આવ્યા છે.

પાંચ ઉત્પાદકોની રસીની કુલ ઉત્પાદન ક્ષમતા 5.9 અબજ ડોઝ

ઓક્સફેમે આ પાંચ વેક્સિન ઉત્પાદકોની કુલ સંયુક્ત ઉત્પાદન ક્ષમતા 5.9 અબજ ડોઝ મૂકી છે. આટલો ડોઝ ત્રણ અબજ લોકો માટે પૂરતો છે, કેમકે દરેક વ્યક્તિને વેક્સિનના (Corona vaccine)બે ડોઝ અપાય તેવી સંભાવના છે. સપ્લાયર્સ કંપનીઓએ 5.3 અબજ વેક્સિન ડોઝ માટે ડીલ કર્યા છે. તેમા 2.7 અબજ ડોઝની ડીલ ફક્ત કેટલાક ગણતરીના વિકસિત અને ધનવાન દેશોએ કર્યા છે જ્યાં વિશ્વની 13 ટકા વસતી વસે છે.

આ દેશોમાં અમેરિકા, બ્રિટન, યુરોપીયન યુનિયન, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, મકાઉ, જાપાન, સ્વિટ્ઝરલેન્ડ અને ઇઝરાયેલ સામેલ છે. બીજા શબ્દોમાં કહીએ તો કોરોનાની વેક્સિન જેવી બનશે તો તેનો સૌથી પહેલો ડોઝ આ દેશો પાસે જશે. એટલે કે આ દેશોની પ્રજા કોરોનાથી સૌથી પહેલા બચવા પામશે. આમ કોરોનાની બિમારીનો સૌથી વધુ ભોગ બનનાર ભારત અને બ્રાઝિલ જેવા દેશ પાસે કોરાનાની રસી કમસેકમ આ વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ નહીં હોય.

ભારતમાં કોરોના દોઢ કરોડ લોકોને લાગવા છતાં રસી નહી હોય

ભારતમાં તો કહેવાય છે કે વર્ષના અંત સુધીમાં સંભવતઃ દોઢ કરોડ લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા હશે અને મૃત્યુઆંક પણ ત્રણ લાખ લોકોને વટાવી ચૂક્યો હશે તેમ માનવામાં આવે છે. છતાં પણ રસી નહી હોય. સરકાર આગામી વર્ષે પહેલી જાન્યુઆરીથી પણ જો રસીકરણનો પ્રોગ્રામ ચાલુ કરે તો પણ દેશની છેલ્લી વ્યક્તિને રસી પૂરી પાડવામાં દોઢ વર્ષનો સમય લાગી જાય તેમ મનાય છે.

 

(9:02 pm IST)