મુખ્ય સમાચાર
News of Sunday, 18th October 2020

લખીમપુર ખીરીના મામલામાં ભાજપના ધારાસભ્યની પર પ્રિયંકા ગાંધીનો વેધક સવાલ શું યૂપીના સીએમ જણાવશે કે આ કયા મિશન અંતર્ગત થઈ રહ્યું છે? બેટી બચાઓ કે અપરાધી બચાઓ?'

લખનઉઃ કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને સવાલ પૂછી હુમલો બોલ્યો. રવિવારે પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરતાં લખ્યું, 'શું યુપીના સીએમ જણાવશે કે આ કયા મિશન અંતર્ગત થઈ રહ્યું છે.' જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધીનું આ ટ્વીટ લખીમપુર જિલ્લા ભાજપ ધારાસભ્ય દ્વારા છેડતીના આરોપીને પોલીસ સ્ટેશન પર હુમલો કરી છોડાવી ગયા બાદ સામે આવ્યું છે.

કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધીએ લખીમપુર જિલ્લામાં થયેલ ઘટના પર રાજ્યની યોગી સરકાર પર હુમલો બોલ્યો છે. સાથે જ રવિવારે ટ્વીટ કરતાં પ્રિયંકા ગાંધીએ સવાલ પણ પૂછ્યા છે. પ્રિયંકા ગાંધીએ લખ્યું, 'શું યૂપીના સીએમ જણાવશે કે આ કયા મિશન અંતર્ગત થઈ રહ્યું છે? બેટી બચાઓ કે અપરાધી બચાઓ?'

જણાવી દઈએ કે લખીમપુર ખીરી જિલ્લાના મોહમ્મદી કોતવાલી પોલીસે એક બીજેપી કાર્યકર્તાની છેડતીના આરોપસર ધરપકડ કરી હતી. આ સૂચનાની જાણકારી જેવી ભાજપના ધારાસભ્ય લોકેન્દ્ર બહાદુરને મળી કે તેઓ ગુસ્સેથી લાલચોળ થઈ ગયા અને પોતાના દીકરા અને સેંકડો કાર્યકર્તાઓ સાથે પોલીસ સ્ટેશને પહોંચી ગયા. જ્યાં તેમણે મોડી રાત સુધી પોલીસ સ્ટેશન પરિસરમાં હંગામો મચાવ્યો. આ દરમ્યાન ભાજપી કાર્યકર્તાઓએ પોલીસકર્મીઓ સાથે અભદ્ર વ્યવહાર કર્યો અને પકડાયેલા આરોપીને જબરદસ્તીથી પોલીસ સ્ટેશનેથી છોડાવીને લઈ ગયા.

હવે આ ઘટનાનો વીડિયો તેજીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે ભાજપી ધારાસભ્ય લોકેન્દ્ર બહાદુરનું આ કોઈ નવું કારનામું નથી. આના એક દિવસ પહેલાં જ ધાન્ય ક્રય કેન્દ્ર પર પહોંચી તેમણે ભારે ઉત્પાત મચાવ્યો હતો. સરકારી ધાન્ય કેન્દ્રમાં હાજર રજિસ્ટરને ઉઠાવી પટકી દીધું હતું. સાથે જ તેમણે યાર્ડના કર્મચારીઓ સાથે ગાળાગાળી પણ કરી હતી.

(12:13 pm IST)