મુખ્ય સમાચાર
News of Sunday, 18th October 2020

ભારતમાં કોરોના વાયરસનું સ્વરૂપ બદલાયું નથી : PMO

પીએમઓની કોરોનાને લઈને મોટી વાત : કોરોનાના સ્વરૂપમાં થયેલા પરિવર્તનથી કોવિડ -૧૯ માટે વિકસિત થતી વેક્સીન પર કોઈ અસર નહી થવી જોઈએ

નવી દિલ્હી,તા.૧૮ : કોરોના વાયરસ માટે અસરકારક રસી વિકસાવવાના સતત પ્રયત્નો વચ્ચે ભારત સરકારે શનિવારે કહ્યું હતું કે દેશમાં વાયરસના જિનોમ પરના બે અધ્યયનોમાં સામે આવ્યું છે કે, તે આનુવંશિક રીતે સ્થિર છે અને તેમાં કોઈ મોટા ફેરફારો થયા નથી. તમને જણાવી દઈએ કે વુહાનથી ફેલાયેલા વાયરસથી લઈને અત્યાર સુધી ફેલાયેલા વાયરસમાં ઘણા પરિવર્તન (મ્યૂટેશન) થયા છે. કેટલાક નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે કોરોના વાયરસના સ્વરૂપમાં મોટા ફેરફારો થવાથી તેની અસરકારક રસી બનાવવા મુશ્કેલીઓ પડી શકે છે. જો કે, કેટલાક તાજેતરના વૈશ્વિક અધ્યયનોમાં સામે આવ્યુ છે કે, કોરોના વાયરસના સ્વરૂપમાં તાજેતરમાં થયેલા પરિવર્તનથી કોવિડ -૧૯ માટે વિકસિત થતી વેક્સીન પર કોઈ અસર ન થવી જોઈએ. કોવિડ -૧૯ વૈશ્વિક રોગચાળાની સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક બાદ વડા પ્રધાન કાર્યાલયએ એક નિવેદનમાં કહ્યું છે કે ભારતમાં ત્રણ રસી વિકાસના અદ્યતન તબક્કામાં છે, જેમાં બે રસી બીજા તબક્કામાં અને એક રસી ત્રીજા તબક્કામાં છે. દેશમાં કોરોના ચેપનો કુલ આંકડો ૭૪ લાખને વટાવી ગયો છે. ભારતમાં કોરોના રીકવરી રેટમાં દરમાં ઝડપથી વધારા સાથે એક્ટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધી ૬૫ લાખથી વધુ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થઈ ચૂક્યા છે. જેની સાથે કોરોનાનો રીકવરી રેટ ૮૮ ટકા થઈ ગયો છે. ભારતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ૮૦ હજારથી ઓછી છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૧,૮૭૧ કેસ નોંધાયા છે, જ્યારે ૧૦૩૩ લોકોએ જીવ ગુમાવ્યો છે. મ્યૂટેશનનો સીધો-સીધો અર્થ વાયરસમાં પરિવર્તન છે. જો કોરોના વાયરસ મ્યુટેશન કરી રહ્યો છે, તો તેનો અર્થ એ કે તે તેની પોતાની અલગ ક કોપી બનાવી રહ્યું છે અને પ્રત્યેક કોપી નેચરમાં થોડી-થોડી અલગ છે. ખરેખર, કોરોના વાયરસથી સંક્રમિત કોષો લાખો વાયરસ મુક્ત કરે છે જે મૂળ જીનોમની કોપી છે. જ્યારે સેલ આ જીનોમની કોપી કરે છે, ત્યારે તે કેટલીક વખત ભૂલો કરે છે. એટલે કે, ફક્ત એક જ ક્રમમાં ખલેલ પહોંચે છે. આ ભૂલને પરિવર્તન કહેવામાં આવે છે. જેમ જેમ કોરોના વાયરસ એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે, પરિવર્તનનો તબક્કો આગળ વધે છે. અત્યાર સુધીમાં કોરોનાના ૧૨ હજારથી વધુ પરિવર્તનો સામે આવ્યા છે. આમાં, એક પરિવર્તન ડ્ઢ૬૧૪ય્ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યું છે. તે પ્રથમ ચાઇના અને જર્મનીમાં જોવા મળ્યું હતું, પરંતુ જ્યારે યુરોપના કેટલાક દર્દીઓમાં અને ત્યારબાદ યુ.એસ., કેનેડા, ઑસ્ટ્રેલિયા અને ભારતના દર્દીઓમાં તેની ઓળખ કરવામાં આવી હતી. આ પરિવર્તનમાં ગ્લાઈસીન (ય્) એમિનો એસિડના ૬૧૪માં સ્થાન પર એસ્પાર્ટિક એસિડ (ડ્ઢ)ને સ્થાન લઈ લે છે. આથી આ પરિવર્તનનું નામ ડ્ઢ૬૧૪ય્ રાખવામાં આવ્યું હતું. ૧ માર્ચ પહેલાં જ્યારે કોરોનાના ૯૯૭ પરિવર્તનો વિશ્વમાં મળી આવ્યા, ત્યારે ડ્ઢ૬૧૪ય્નો હિસ્સો ૧૦% હતો.

(7:24 pm IST)