મુખ્ય સમાચાર
News of Sunday, 20th September 2020

અમેરિકાની સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ મહિલા 87 વર્ષીય રૂથ બેડર ગીસબર્ગનું અવસાન : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તથા પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા સહિતના આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી

વોશિંગટન : અમેરિકાની સુપ્રીમ કોર્ટના  ન્યાયધીશ મહિલા રૂથ બેડર ગીસબર્ગનું ગઈકાલ શુક્રવારના રોજ કેન્સરની બીમારીથી  87 વર્ષની ઉંમરે અવસાન થયું છે.તેઓને આજથી 27 વર્ષ પહેલા તત્કાલીન પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટને ન્યાયધીશ તરીકે નિમણુંક આપી હતી.
ગીસબર્ગ માનવ અધિકાર તથા જાતીય સમાનતાના પ્રખર હિમાયતી હતા.તથા સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ પદે પહોંચેલા દ્વિતીય મહિલા હતા.

(7:00 pm IST)