મુખ્ય સમાચાર
News of Sunday, 20th September 2020

દેશમાં સંક્રમિતોનો આંકડો પ૪ લાખને વટી ગયો : ર૪ કલાકમાં નોંધાયા ૯ર૬૦પ કેસો

નવી દિલ્હી:  વૈશ્વિક કોરોના મહામારીએ ભારતને પણ બરાબરની ભરડામાં લીધી છે. કેસો પ૪ લાખ  પાર કરી ગયો છે. ર૪ કલાકમાં નવા કેસો ૯ર૬૦પ નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના 92,605 નવા કેસ નોંધ્યા છે. આના પગલે કોરોનાના કેસનો આંકડો 54 લાખ પાર થઈ ગયો છે.

તે બાબત નોંધનીય છે કે કોરોનાના આંકડામાં ભારત હવે બ્રાઝિલને પાછળ છોડીને બીજા નંબરે આવી ગયું છે.

દિવસ દરમિયાન કોરોનાના લીધે 1133 મોત થયા હતા. આના પગલે ભારતમાં કોરોનાના લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા 86,752 પર પહોંચી ગઈ છે. નોંધનીય વાત એ છે કે છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના (corona)લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા 1,000થી ઉપર રહી છે. ફક્ત પહેલી સપ્ટેમ્બરના રોજ જ આ આંકડો 900થી નીચે રહ્યો હતો. જ્યારે 16મી સપ્ટેમ્બરના રોજ પ્રતિ દિન 1,200નો આંકડો વટાવ્યો હતો.

જોકે થોડા દિવસ સુધી દેશમાં કોરોનાના પ્રતિ દિન આંકડા 80,000ની નીચે રહ્યા હતા, જો કે 17મી સપ્ટેમ્બરમાં રોજ નોંધપાત્ર ઉછાળાના લીધે તેનો આંકડો 97,894 નોંધાયો છે.

કોરોનાના નોંધાયેલા કુલ 54 લાખ કેસમાંથી કુલ 43 લાખ લોકો સાજા થઈ ગયા છે. તેની સાથે એક્ટિવ કેસનો આંકડો પણ દસ લાખને વટાવી ગયો છે. આમ દેશનો રિકવરી રેટ 79.68 ટકા છે. વાસ્તવમાં રિકવરી રેટ 27મી ઓગસ્ટ પછી થોડો ઘટ્યો છે, તેનું કારણ એક્ટિવ કેસમાં થયેલો વધારો છે. તે કેસોમાં થયેલા ઝડપી વધારાના લીધે 7, 10 અને 11મી સપ્ટેમ્બરના રોજ પણ ઘટ્યો હતો.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ના જણાવ્યા મુજબ સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં કુલ 6.37 કરોડ કોવિડ પરીક્ષણ થઈ ચૂક્યા છે. તેમા 20મી સપ્ટેમ્બરના રોજકુલ 12 લાખ સેમ્પલનું પરીક્ષણ થયુ હતુ, જે અત્યાર સુધીનું એક જ દિવસમાં સૌથી વધુ થયેલું પરીક્ષણ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ વ્યૂહરચનાના આધારે ભારતે તેની પ્રતિ દિન પરીક્ષણ ક્ષમતા દસ લાખ પર પહોંચાડી દીધી છે.

(4:38 pm IST)