મુખ્ય સમાચાર
News of Saturday, 21st November 2020

કોરોના વળગ્યા પછી આસામના પૂર્વ સીએમ તરૂણ ગોગોઈની સ્થિતિ અતિ ગંભીર: વેન્ટિલેટર ઉપર

ગૌહત્તી: આસામના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈની તબિયત ગંભીર. કોવિડ ૧૯ વળગ્યા પછીના કોમપ્લિકેશન્સ સર્જાતા તબિયત બગડેલ છે.

તેમને છેલ્લામાં છેલ્લી દવાઓ અને અન્ય સારવારના મધ્યમોથી બચાવી લેવાના પ્રયાસો ચાલુ છેડોકટરો ડાયાલિસિસ પણ કરવા જઈ રહયા છે. જોકે, આવતા 48 થી 72 કલાકો ખૂબ નિર્ણાયક હોવાનું આસામના આરોગ્ય પ્રધાન હિંમંતા બિસ્વા શર્મા જણાવે છે

86 વર્ષના દિગ્ગજ રાજનેતા  તાજેતરમાં કોરોનાથી બહાર આવેલકોરોના પછી બે નવેમ્બરના રોજ તબિયત બગડતા ગુવાહાટી મેડિકલ કોલેજમાં દાખલ કર્યા હતા. ઓગસ્ટમાં તેઓ કોરોના સંક્રમિત થયા હતા.

 તેમને ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પીટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ગોગોઇના શરીરના કેટલાક અંગો કામ કરતા બંધ થયા છે. સ્થિતિ સિરિયસ છે.

(11:57 pm IST)