મુખ્ય સમાચાર
News of Sunday, 22nd November 2020

કોવિડ-19 મહામારી દુનિયાની સામે બીજા વિશ્વ યુદ્ધ બાદ સૌથી મોટો પડકાર અને માનવતાના ઈતિહાસમાં મહત્‍વપૂર્ણ વળાંક : નરેન્દ્રભાઇ મોદી

નવી દિલ્હી:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ શનિવારે G-20 સંમેલન માં કહ્યું કે કોવિડ-19 મહામારી દુનિયાની સામે બીજા વિશ્વ યુદ્ધ બાદ સૌથી મોટો પડકાર અને માનવતાના ઈતિહાસમાં મહત્પૂર્ણ વળાંક છે. તેઓએ G-20ના પ્રભાવી કામકાજમાં ભારતના ઈર્ન્ફોમેશન ટેક્નોલોજી કૌશલની રજૂઆત કરી. મોદીએ એવું પણ કહ્યું કે કોવિડ બાદની દુનિયામાં ક્યાંયથી પણ કામ કરવું એક નવી સામાન્ય સ્થિતિ છે અને G-20નું એક ડિજિટલ સચિવાલય બનાવવા માટે પણ ભલામણ કરી.

વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ બાદની દુનિયા માટે એક નવા વૈશ્વિક સૂચકાંકના વિકાસની ભલામણ કરી જેમાં ચાર અગત્યના તત્વ- પ્રતિભાઓનો મોટો સમૂહ તૈયાર કરવો, સમાજના દરેક વર્ગ સુધી ટેક્નોલોજીની પહોંચ સુનિશ્ચિત કરવી, શાસન પ્રણાલીમાં પારદર્શિતા લાવવી અને પૃથ્વીને સંરક્ષણની ભાવનાથી જોવી- સામેલ થાય. તેઓએ કહ્યું કે આ આધાર પર G-20 એક નવી દુનિયાનો પાયો નાખી શકે છે. સઉદી અરબના શાહ સલમાને G-20 સંમેલનની શરૂઆત કરી. આ વર્ષે કોરોના વાયરસ મહામારીના કારણે સમૂહના સભ્ય દેશોના વડાઓની બેઠક ડિજિટલ રીતે થઈ રહી છે. ભારત 2022માં G-20 સંમેલનની મેજબાની કરશે.

(11:23 am IST)