મુખ્ય સમાચાર
News of Sunday, 22nd November 2020

ન્યુયોર્ક સ્ટેટ સેનેટર તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી કેવિન થોમસ વિજેતા : મતોની ફેર ગણતરી પહેલા પરાજિત જણાયા હતા : ન્યુયોર્ક સ્ટેટ સેનેટમાં હવે ત્રીજા ઇન્ડિયન અમેરિકન વિજેતા બન્યા

ન્યુયોર્ક : ઇન્ડિયન અમેરિકન સ્ટેટ સેનેટર શ્રી કેવિન થોમસ છઠા લેજિસ્લેટિવ ડિસ્ટ્રીક્ટમાંથી વિજેતા થયા છે.આ અગાઉ તેઓ રિપબ્લિકન પ્રતિસ્પર્ધી સામે પરાજિત જાહેર થયા હતા.પરંતુ બાકી રહેલા બેલેટ પેપરની ગણતરી થતાં તેઓ વિજેતા બન્યા છે.

મતોની ફેરગણતરી કરવામાં આવતા તેમને 50.57 ટકા એટલેકે  75,749 મતો મળ્યા છે.જયારે તેમના પ્રતિસ્પર્ધી રિપબ્લિકન ઉમેદવારને 48.84 ટકા એટલેકે 73,169 મતો મળ્યા હતા.

શ્રી થોમસ હવે ન્યૂયોર્કથી ચૂંટાઈ આવેલા ત્રીજા ઇન્ડિયન અમેરિકન સેનેટર બન્યા છે.  જે મુજબ શ્રી કેવિન ઉપરાંત શ્રી  જેનીફ રાજકુમાર 38 માં ડિસ્ટ્રીક્ટમાંથી ,તથા શ્રી  જેરેમી કુને 56 માં લેજીસ્ટેટિવ ડિસ્ટ્રીક્ટમાંથી ચૂંટાઈ આવ્યા છે.

(6:34 pm IST)