News of Sunday, 22nd November 2020
અમેરિકાના પ્રેસિડન્ટ જો બિડેનની વ્હાઇટ હાઉસ ટીમમાં ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી માલા અડિગાએ સ્થાન મેળવ્યું : અમેરિકાના પ્રથમ મહિલા જીલ બિડનના નીતિ વિષયક સલાહકાર તરીકે ફરજ બજાવશે
વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ જો બિડેનની વ્હાઇટ હાઉસ ટીમમાં ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી માલા અડિગાએ સ્થાન મેળવ્યું છે.તેઓ અમેરિકાના પ્રથમ મહિલા જીલ બિડનના નીતિ વિષયક સલાહકાર તરીકે ફરજ બજાવશે
સુશ્રી માલા જીલ બિડન માટે કામગીરીની પ્રાથમિકતા નક્કી કરશે .તેઓ બિડેન ફાઉન્ડેશનમાં ઉચ્ચ સ્તરીય શિક્ષણ તથા સૈન્ય પરિવારો માટે ડિરેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.તેમજ ઓબામા શાસનકાળમાં પણ જીલ બિડેનના સલાહકાર તરીકે કામગીરી સાંભળી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે જો બિડનની તૈયાર થઇ રહેલી વ્હાઇટ હાઉસ ટીમમાં પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના શાસન કાળમાં ફરજ બજાવી ચૂકેલા 4 અધિકારીઓને સ્થાન આપવામાં આવ્યું છે.
(8:40 pm IST)