મુખ્ય સમાચાર
News of Sunday, 22nd November 2020

ભારતીસિંહ અને હર્ષ લિંબાચિયાને મોટો ઝટકો, ૪ ડિસેમ્બર સુધી કસ્ટડીમાં

ભારતીસિંહ અને હર્ષ લિંબાચિયા કોર્ટમાં હાજર : NCB ભારતી-હર્ષની જ્યુડિ. કસ્ટડીની માંગણી કરી હતી

મુંબઇ, તા. ૨૨ ; એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં ફરી એક વખત ડ્રગ્સ મામલો સામે આવ્યો છે. કોમેડિયન ભારતી સિંહની શનિવારે એનસીબીએ ગાંજો લેવાનાં ગૂનામાં ધરપકડ કરી લીધી છે. એનસીબીએ જોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું છે કે, ભારતીએ પતિ અને રાઇટર હર્ષ લિંબાચિયાની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ આજે ભારતી સિંહની કોર્ટમાં પેશી થઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ જોડીએ એનસીબીનાં અધિકારીઓ સાથે પૂછપરછમાં ડ્રગ્સની વાત કબૂલી છે.

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને કિલા કોર્ટે ન્યાયિક હિરાસતમાં રાખવાનો નિર્ણય કર્યો છે. એનસીબીએ ન્યાયિક હરાસતમાં રાખવાની માંગણી કરી હતી. જોકે, ભારતી અને હર્ષે કોર્ટમાં તેમની બેલ માટે અરજી કરી દીધી છે. જેની સુનાવણી સોમવારે થશે. હર્ષ અને ભારતીની સાથે જે બે ડ્રગ પેડલર્સની કોર્ટમાં પેશી થઇ હતી. તેમને પોલીસ કસ્ટડીમાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા કિલ્લા કોર્ટ પહોંચી ચુક્યાં છે. અહીં બંનેની પેશી થઇ છે. કહેવાય છે કે, એનસીબી ભારતી અને હર્ષની જુડિશિયલ કસ્ટડીની માંગણી કરવાની છે.

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની મેડિકલ તસાપ માટે સિયોન હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં. તપાસ પૂર્ણ થયા બાદ બંને હોસ્પિટલથી રવાના થઇ ગયાછે.

ઉલ્લેખનીય છે કે, નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે શનિવારે ભારતી સિંહનાં અધેરી સ્થિત ઘરમાં દરોડા પાડ્યા હતા અને ગાંજો જપ્ત કર્યો હતો. જે સમયે એનસીબીની ટીમે કાર્યવાહીને અંજામ આપ્યો તે સમયે ભારતી સિંહ અને પતિ હર્ષ ઘરમાં જ હાજર હતાં. રવિવારે હર્ષ લિમ્બાચિયાની ધરપકડ બાદ ભારતી સિંહ અને હર્ષને મેડિકલ તપાસ માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની નેતૃત્વમાં એક ટીમે ભારતી સિંહના લોખંડવાલા કોમ્પ્લેક્સ સ્થિત ઘરની સાથોસાથ તેમના પ્રોડક્શન હાઉસની ઓફિસ પર એક સૂચનાના આધારે દરોડા પાડ્યા હતા. જ્યાં દરોડા દરમિયાન ટીમે ૮૬.૫ ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો.

(7:47 pm IST)