મુખ્ય સમાચાર
News of Sunday, 22nd November 2020

યૌન સંબંધોથી નાખુશ થઇ પત્નિનો નપુંસકતાનો આરોપ

પત્નિની અરજીને કોર્ટે ફગાવી દીધી : પત્નીએ પતિ પર દહેજ તેમજ મારઝૂડનો આરોપ લગાવ્યો હતો તો પતિએ પણ પત્નિ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા

નવી દિલ્હી, તા. ૨૨ : દિલ્હી હાઈકોર્ટે એક દંપતિ વચ્ચે ડિવોર્સના નીચલી કોર્ટને આદેશ જાળવી રાખતા કહ્યું છે કોઈ જીવનસાથી વિરુદ્ધ નપુંસકતાના ખોટા આરોપો લગાવવા ક્રૂરતા સમાન છે. આ મામલે અલગ રહી રહેલી પત્નીએ પોતાના પતિ પર નપુંસકતાના કારણે જ યૌન સંબંધ નહીં બનાવવાનો આરોપ લગાવ્યો હતો.હાઈકોર્ટે પતિના વકીલની આ દલિલને સ્વીકાર કર્યો કે પત્ની દ્વારા લગાવવામાં આવેલા આરોપો ગંભીર છે અને તે વ્યક્તિની ઈમેજને અસર કરતી વખતે વ્યક્તિની માનસિક સ્થિતિને પ્રતિકૂળ અસર કરી શકે છે. ન્યાયમૂર્તિ મનમોહન અને ન્યાયાધીશ સંજીવ નરુલાની ખંડપીઠે કહ્યું, 'આ વિષય પરના કાયદાને ધ્યાનમાં રાખીને અમને નીચલી અદાલતની તારણો અને અવલોકનોમાં કોઈ ખામી જણાતી નથી કે અપીલકર્તા (પત્ની)ના લેખિત નિવેદનમાં નપુંસકતા સંબંધિત આરોપો કાયદો સ્પષ્ટ છે અને ક્રૂરતાની વ્યાખ્યા હેઠળ આવે છે.' હિન્દુ મેરેજ એક્ટ હેઠળ છૂટાછેડા માટેની પતિની અરજી પર નીચલી અદાલતના આદેશ સામે મહિલાની અપીલને નકારતા હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. બન્નેએ જૂન ૨૦૧૨માં લગ્ન કર્યાં હતાં. મહિલાના આ પહેલા લગ્ન હતાં જ્યારે તે સમયે પુરુષના છૂટાછેડા થઈ ગયાં હતાં. આ પુરુષે લગ્નને ફોક કરવા અંગે એ આધારે વિનંતી કરી હતી કે, સ્ત્રીને જાતીય સંબંધોમાં કથિત રૂપે રસ નથી અને તેના લગ્ન માટેની પરવાનગી સ્ત્રીની કથિત માનસિક સ્થિતિ સંબંધિત હકીકતને છુપાવીને મેળવવામાં આવી હતી.

તે વ્યક્તિએ કહ્યું કે જો તેને એ બાબતની જાણકારી હોત તો તે લગ્ન માટે ક્યારેય રાજી થયો નહોત. જે પછી મહિલાએ પોતાની પ્રતિક્રિયામાં એવો આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ નપુંસક છે. લગ્ન વધારે સમય ન ટકી શકવાનું મુખ્ય કારણ આ જ છે. આ ઉપરાંત તેના સાસુ-વહુ ઝઘડો કરે છે અને દહેજની માંગ કરે છે.

મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે સાસરીયાઓ દહેજની માંગણી સાથે તેની સાથે ક્રૂર વર્તન કરે છે અને તેના પતિએ તેની સાસુ-સસરાની સામે તેને ખરાબ રીતે ઢોરમાર માર્યો હતો. મહિલાએ હાઈકોર્ટ પાસે માંગ કરી કે નીચલી અદાલતના છૂટાછેડાના આદેશને રદ કરવા અને વૈવાહિક અધિકારને ફરીથી સ્થાપિત કરવા અંગે ચૂકાદો આપે અને કહ્યું કે તે લગ્નજીવનને બચાવવા માંગે છે.

(7:54 pm IST)