મુખ્ય સમાચાર
News of Sunday, 22nd November 2020

કોવિદ -19 ને કારણે સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીના અધિકારીનું અવસાન થયાનો સૌપ્રથમ કિસ્સો : પાંચ દિવસ પહેલા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો : 21 નવેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા : મૃતકના પરિવારને વળતર આપવા વિષે હજુ સુધી નિર્ણય લેવાયો નથી

ન્યુદિલ્હી : કોવિદ -19 ને કારણે 21 નવેમ્બરના રોજ  સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીના એક અધિકારીનું અવસાન થયાનો સૌપ્રથમ કિસ્સો બન્યો હોવાનું જાણવા મળે છે.જોકે મૃતકના પરિવારને વળતર આપવાનો હજુ સુધી નિર્ણય લેવાયો નથી તેમ જણાવાયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુપ્રીમ કોર્ટ વહીવટી તંત્રના અધિકારી રાજેન્દ્ર રાવત ને પાંચ દિવસ પહેલા કોરોના પોઝિટિવ ટેસ્ટ આવ્યો હતો.તેઓને રાજીવ ગાંધી કેન્સર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.તેમનું અવસાન થયું છે.તેઓ તેમની પાછળ તેમના પત્ની અને ત્રણ સંતાનોને વિલાપ કરતા છોડી ગયા છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 23 નવેમ્બરના રોજ સૌપ્રથમ  લોકડાઉન જાહેર કર્યું ત્યારથી  સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ચ્યુઅલ કામગીરી શરૂ કરી દેવાઈ છે.તેમજ વકીલોને કોર્ટના  બિલ્ડિંગમાં વર્ચ્યુઅલ હીયરીંગમાં ભાગ લેવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે.

કોર્ટ બિલ્ડિંગમાં સેનિટાઇઝર સહીત કોવિદ -19 નિયમો મુજબ તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા છે.તેવું બી.એન્ડ બી. ના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(8:18 pm IST)