મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧૫૨ લોકોએ જીવ ગુમાવ્યાઃ કુલમૃત્યાંક ૧,૫૩,૧૮૪ થયો છેઃ ૧૪૨૫૬ નવા કેસ

દેશમાં ૨૪ કલાકમાં ૧૫ રાજય-UTમાં એક પણ મોત નહીં: ફકત બે રાજયમાં ૧૦થી વધુ મોત

નવી દિલ્હી, તા.૨૩: છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા ૧૪,૨૫૬ કેસ નોંધાયા છે, તેની સામે ૧૭,૧૩૦ લોકો સાજા થયા છે. દેશમાં હાલ કોરોના વાયરસના કુલ ૧૮,૮૫,૬૬૨ સક્રિય કેસ નોંધાયેલા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૧,૦૬,૩૯,૬૩૪ થઈ છે, તેની સામે દેશમાં અત્યારસુધી કુલ ૧,૦૩,૦૦,૮૩૮ લોકો સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાથી ૧૫૨ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે દેશમાં કુલમૃત્યાંક ૧,૫૩,૧૮૪ થયો છે. દેશમાં હાલ મોતનો દર ૧.૪ ટકા અને સાજા થવાનો દર ૯૬.૮ ટકા છે.

. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં સક્રિય કેસમાં ૩ હજારનો ઘટાડો નોંધાયો.

. ફકત કેરળ :(+૬૨૬) અને લક્ષદ્વીપ (+૨)માં કોરોના કેસોમાં વધારો નોંધાયો.

. કેરળમાં ૬.૮ હજાર, મહારાષ્ટ્રમાં ૨.૮ હજાર અને તામિલનાડુમાં ૫૭૪ નવા કેસ નોંધાયા.

. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી ૫૦ના મોત, કેરળમાં ૧૯ લોકોનાં મોત.

. ફકત બે જ રાજયમાં ૧૦થી વધારે મોત નોંધાયા.

.૧૫ રાજય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક પણ મોત નહીં.

. લક્ષદ્વીપમાં કોરોના વાયરસના કુલ કેસ ૫૦ થયા.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૪૫૧ કેસ નોંધાયા છે. જેની સામે ૭૦૦ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ ના કારણે ૨ દર્દીનાં મોત થયા છે. આ સાથે રાજયમાં કુલ મૃત્યુઆંક ૪,૩૭૪ થયો છે. રાજયમાં સાજા થવાનો દર ૯૬.૨૮ ટકા છે. શુક્રવારે રાજયમાં  ૧૧,૩૫૨ વ્યકિતઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૪૭,૨૦૩ વ્યકિતઓનું રસીકરણ થયું છે.

(11:36 am IST)