મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd September 2020

ભારતમાં કુલ કેસ ૫૬ લાખ ઉપર : મૃત્યુઆંક ૯૦૦૨૦

અમેરિકામાં કોરોના અત્યાર સુધીમાં ૨૦૫૪૭૧ને ભરખી ગયો : ત્યાં કુલ કેસ ૭૦૯૭૯૩૭ : વિશ્વમાં કુલ કેસ ૩૧૭૮૩૫૦૧ : વિશ્વનો મૃત્યુઆંક ૯૭૫૪૭૧ : ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૩૩૪૭ નવા કેસ : ૧૦૮૫ લોકોના મોત : કુલ કેસ ૫૬૪૬૦૧૦ : સાજા થયા ૪૫૮૭૬૧૩ : એકટીવ કેસ ૯૬૮૩૭૭

નવી દિલ્હી તા. ૨૩ : કોરોના નામનો અદ્રશ્ય દુશ્મન સમગ્ર વિશ્વમાં ડાકલા વગાડી રહ્યો છે. ભારતમાં આ વાયરસે અત્યાર સુધીમાં ૫૬ લાખથી વધુ લોકોને પોતાના સાણસામાં લીધા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ ૯૦ હજારથી વધુ લોકોને તે ભરખી ગયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૮૩૩૪૭ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૧૦૮૫ લોકોના મોત થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૯૦૦૨૦ લોકોના મોત થયા છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૪૫૮૭૬૧૪ થઇ છે. ભારતમાં હાલ ૯૬૮૩૭૭ એકટીવ કેસ છે. દેશમાં કુલ કેસ ૫૬૪૬૦૧૦ છે.

જ્યારે અમેરિકામાં આ વાયરસે અત્યાર સુધીમાં ૨ લાખથી વધુ લોકોનો ભોગ લીધો છે. અમેરિકામાં કુલ ૭૦૯૭૯૩૭ કેસ છે અને મૃત્યુઆંક ૨૦૫૪૭૧ થવા પામ્યો છે. અહીં એકટીવ કેસ ૨૫૪૬૩૫૬ છે.

સમગ્ર વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં કુલ કેસ ૩૧૭૮૩૫૦૧ છે અને અત્યાર સુધીમાં કોરોનાએ ૯૭૫૪૭૧ લોકોને મોતના મુખમાં ધકેલ્યા છે. વિશ્વમાં ૭૪૦૭૩૯૨ કુલ એકટીવ કેસ છે.

કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે. ભારતમાં ૧૨ રાજ્યો એવા છે જ્યાં દર્દીઓનો દર ૮૧ ટકાથી વધુ છે. દેશના ૭ રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં મહારાષ્ટ્ર, યુપી, આંધ્ર, કર્ણાટક, તામિલનાડુ, પંજાબ અને દિલ્હી છે.

(11:04 am IST)