મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd September 2020

ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટે કોવિડ-૧૯ વેકસીનનું ઉત્પાદન શરૂ કર્યું

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓકસફોર્ડ યુનિવર્સિટીના કોરોના વેકસીન પ્રોજેકટમાં પાર્ટનર છે

 નવી દિલ્હી,તા.૨૩: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ભારતમાં કોવિડ-૧૯ વેકસીનનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ વેકસીન ઉત્પાદનના મામલામાં દુનિયાની સૌથી મોટી કંપની છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓકસફોર્ડ યુનિવર્સિટીના કોરોના વેકસીન પ્રોજેકટમાં પાર્ટનર છે અને ભારતમાં આ વેકસીનનું ટ્રાયલ કરાવી રહ્યું છે

 પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ પહેલાથી જ ઓકસફોર્ડના પ્રોજેકટમાં કોલેબ્રેશન કરી રાખ્યું છે. જો ઓકસફોર્ડની વેકસીન સફળ થશે તો ભારતમાં તેની ઉપલબ્ધતામાં કોઈ મુશ્કેલી આવશે નહીં. આ કંપનીએ AstraZeneca નામની તે કંપની સાથે ટાઇ-અપ કરી રાખ્યું છે જે ઓકસફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને વેકસીન તૈયાર કરી રહી છે

 મીડિયામાં એવા રિપોર્ટ આવી ચૂકયા છે કે ઓકસફોર્ડનો પ્રોજેકટ સફળ થવાની સાથે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા વેકસીનના ૧૦૦ કરોડ ડોઝ તૈયાર કરશે. જેમાં ૫૦ ટકા ભારત માટે હશે અને ૫૦ ટકા ગરીબ અને મધ્યમ આવકવાળા દેશો માટે છે. )

 અદર પૂનાવાલાહાલના સમયે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ છે. તેમના પિતા ડો. સાઇરસ પૂનાવાલાએ સીરમ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના ૧૯૬૬માં કરી હતી. આ કંપની પૂનાવાલા ગ્રૂપનો ભાગ છે. અદર પૂનાવાલાએ યૂનાઇટેડ કિંગડમની યુનિવર્સિટી ઓફ વેસ્ટમિનિસ્ટરથી અભ્યાસ કર્યો છે. અદર પૂનાવાલાએ પોતાની પિતાની કંપની ૨૦૦૧માં જોઈન કરી હતી. માનવામાં આવે છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટને આગળ વધારવા અને તેના ઇન્ટરનેશનલ ગ્રોથમાં તેમનો મોટો રોલ છે. ૨૦૧૧માં તે કંપનીના સીઇઓ બન્યા હતા.

(11:04 am IST)