મુખ્ય સમાચાર
News of Friday, 23rd October 2020

પાકિસ્તાનનો ગેસ ભંડાર ખત્મ થવાને આરે

આગામી ૧૨ થી ૧૪ વર્ષ ચાલે તેટલો જ ગેસનો ભંડાર બચ્ચો છે, જો કે ઇમરાન સરકાર ડંફાસો મારે છે કે આ વર્ર્ષે ગેસના ભાવો વધારવામાં નહિ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પેટ્રોલીયમ મામલાના પ્રધાનમંત્રીના સલાહકાર નદીમ બાબરે કહ્યું છે કે જો દેશમાં કોઇનવા ભંડાર ખોલવામાં નહિ આવે તો આગામી ૧૨ થી ૧૪ વર્ષ સુધી ગેસ ચાલે તેવી પરિસ્થિતિ છે.

બીબીસીને આપેલા ઇન્ટરવ્યુમાં નદીમ બાબરે કહ્યું કે આ વર્ષે ઠંડીની સિઝનમાં ગેસના ભાવ વધારવામાં આવશે નહિ. આગામી જુન ૨૦૨૧ સુધી હાલમાં જે ગેસની કિંમતો છે તે જ યથાવત રાખવામાં આવશે.

હાલની સરકાર પાછલી સરકારોની તુલનામાં વિશ્વની બજારોમાંથી સસ્તી કિંમતે ગેસની ખરીદી કરે છે. આ વર્ષે પાકૃતિક ગેસના ભાવોમાં કોઇપણ જાતનો વધારો કરવામાં નહિ આવે.પાક.ના વડાપ્રધાન ઇમરાન ખાને અગાઉ કહ્યું હતુ કે આ વર્ષે ઠંડીની સિઝનમાં દેશમાં ગેસમાં ઘટાડો આવી જશે. ઇકોનોમીક સર્વે ઓફ પાકિસ્તાનના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં ગેસનું વાર્ષીક ઉત્પાદન ચાર અરબ ફુટ છે.

(3:54 pm IST)