મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

ગ્વાલિયરમાં ધરણા કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યનું બૂટ ચોરાઈ ગયું !!

નેતાજીને પહેરલ મોજાએ ઘરે જવુ પડ્યું હતું. : આપ્યો રાજકીય જવાબ કહ્યું --ભલે મારૂ બૂટ ચોરાઈ ગયું, પણ હવે હું સત્તામાં આવીશ ત્યારે જ બૂટ પહેરીશ,

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં કોંગ્રેસના નેતા એક ધરણા કાર્યક્રમમાં સામેલ થયા હતા. જ્યાં કેટલાય લોકોની ભીડ પણ એકઠી થઈ હતી. જો કે, અહીં ધરણા કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યનું બૂટ ચોરાઈ ગયું હતું. કરૈરા વિધાનસભાથી કોંગ્રેસના ધારાસભ્ય પ્રાગીલાલ જાટવે ધરણા ખતમ થયાં તો પોતાના બૂટ શોધવા લાગ્યા હતા. બાદમાં જાણ થઈ કે, તેમના બૂટ તો ચોરી થઈ ગયા છે. જો કે, બાદમાં ઘણી શોધખોળ કરી પણ બૂટ ન મળતા આખરે નેતાજીને પહેરાલા મોજાએ ઘરે જ જવુ પડ્યું હતું.

 

ધારાસભ્યનું બૂટ ચોરાઈ ગયું આ વાત મીડિયાને ખબર પડી ગઈ, જ્યારે મીડિયા કર્મી ધારાસભ્ય પાસે પહોંચ્યા અને આખી વાત જાણી તો ધારાસભ્યે તુરંત જ થોડીવાર પણ વિચાર કર્યા વગર આ આખીયે ઘટનાને રાજકીય રંગ આપી દીધો. તેમણે કહ્યુ હતું કે, ભલે મારૂ બૂટ ચોરાઈ ગયું, પણ હવે હું સત્તામાં આવીશ ત્યારે જ બૂટ પહેરીશ, ત્યાં સુધી નહીં પહેરૂ. ત્યારે કાર્યકર્તાઓએ પણ મોડુ કર્યા વગર બોલી ઉઠ્યા, ભાજપના લોકો બૂટ ચોરી ગયા છે. છેલ્લે ધારાસભ્ય મોઢામાં મરક મરક હસતા બોલ્યા.બૂટ તો ગાડીમાં રાખીને ગયો હતો.

જો કે, ધારાસભ્ય જેવા ગાડી પાસે આવ્યા અને જોયુ તો બૂટ ગાયબ થઈ ગયા હતા. ગાડીમાં બૂટ ન મળ્યા તો તેઓ એમ જ ચાલતી પકડવા લાગ્યા હતા

(12:00 am IST)