મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને શુન્ય ડીગ્રીએ સરક્યો

વાહન અને ઘાસ ઉપર બરફની ચાદર જોઈને પ્રવાસીઓ ખુશખુશાલ

આમદાવાદ : કાશ્મીર અને હિમાચલ પ્રદેશમા થઈ રહેલ ભારે બરફવર્ષાની અસર ગુજરાત રાજસ્થાનમાં વર્તાઈ રહી છે. રાજસ્થાનમાં આવેલ ગુજરાતીઓના પ્રિય પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને શુન્ય ડીગ્રીએ પહોચી ગયો છે.

 પારો ગગડીને શુન્ય ડીગ્રીએ પહોચતા મેદાની ઘાસ, વાહનો, છત ઉપર બરફની પરત જામી ગઈ હતી. વાહન અને ઘાસ ઉપર બરફની ચાદર જોઈને માઉન્ટ આબુમાં આવેલા પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા

(12:33 pm IST)