મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં તેજાબ છાંટીને અને હથિયારોના ઘા ઝીંકીને જાહિદ હારુનભાઈ શેખની ક્રૂર હત્યા, મુસ્લિમ સમાજના બે જૂથો વચ્ચે અથડામણ: માઉન્ટ આબુમાં આજે સવારે ઝીરો ડિગ્રી તાપમાન નોંધાયું છે, મોટરોના કાચ ઉપર બરફના થર જામ્યા, સહેલાણીઓ રાજી રાજી: સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી યથાવત, ગિરનાર ઉપર ૭.૪ ડિગ્રી, નલિયા કચ્છ માં નવ ડીગ્રી જ્યારે રાજકોટ અને કેશોદમાં 12.4 ડિગ્રી ઉપરાંત અમરેલીમાં ૧૨.૮ ડિગ્રી જેવું ઠંડું વાતાવરણ પ્રવર્તે છે, 14 શહેરોમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન રહ્યું: અરબી સમુદ્રમાં ડિપ્રેશનના પગલે જાફરાબાદ બંદર ઉપર એક નંબરનું અને વેરાવળમાં બે નંબરનું સિગ્નલ ચડાવાયું, માછીમારી કરવા જનારાઓને એલર્ટ કરાયા: મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ઠંડી જામતી જાય છે, આવતીકાલથી ચેન્નાઈમાં ધમધોકાર વરસાદ પડશે: કાશ્મીરના pir panjal પર્વત માળા માં ભારે વરસાદ, મુગલ રોડ બંધ કરાયો: ગુજરાતના ચારેય શહેરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત્ ચાલુ: રાજકોટમાં કોરોનાએ ભારે ઉપાડો લીધો, બે દિવસમાં નવના મોત: ઠંડી શરૂ થતા સાથે જ કચ્છમાં કોરોના વિસ્ફોટ, નવા 31 કેસ: રાજકોટ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી કોરોનાથી સંક્રમિત થયા: અમદાવાદમાં કાળમુખા કોરોના પાંચ જ દિવસમાં પોલીસ કોન્સ્ટેબલ ધવલ રાવલના માતા, પિતા અને ભાઈ ને ભરખી ગયો છે, લાખો રૂપિયા ખર્ચવા છતાં બચાવી શકાયા નહીં: અમેરિકામાં કોરોનાની રફતાર ધીમી પડી, ૨૪ કલાકમાં સવા લાખથી વધુ કેસ: ભારતમાં ૨૪ કલાકમાં 44500 નવા કેસો: સૌરાષ્ટ્ર-ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ ના કારણે ધડાધડ લગ્નો અને રીસેપ્શન રદ થવા લાગ્યા: ગુરુવારે દેવ ઉઠી એકાદશીથી લગ્ન સિઝનનો આરંભ થશે પણ કફર્યુંને લઈને ચિંતા, તુલસી વિવાહ સાથે શુભ કાર્યો શરૂ થશે: અમદાવાદમાં કોરોનાએ પેટર્ન બદલી, હવે આખે આખું ફેમિલી શિકાર બની રહ્યું છે: અમેરિકાએ કોરોનાની રસી બનાવી લીધી છે, ડિસેમ્બરની અગિયાર કે બાર તારીખથી રસીકરણ કાર્યક્રમ શરૂ થશે: ભારતમાં પણ ફેબ્રુઆરી સુધીમાં કોરોનાની વેકસીન આવી જશે, અલ્ટ્રા જેનેકા વેકસીન બજારમાં 500થી 600 રૂપિયા પ્રતિ ડોઝ ના ભાવથી મળશે: દિલ્હીમાં કોરોના બેફામ બન્યો છ દિવસમાં 678 ના મોત: ગાંધીજીના પ્રપૌત્ર સતીશ ધુપેલીયાનો જીવ પણ કોરોનાએ લીધો છે: કોરોનાના કારણે સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રીના અધિકારીનું અવસાન થયું છે: અમદાવાદમાં કર્ફ્યુ હટતાની સાથે જ બજારોમાં લોકો ઉમટી પડ્યા, ભારે ભીડ, ઠેરઠેર ટ્રાફિકજામ: મહારાષ્ટ્રમાં ફરી lockdown આવી રહ્યાના નિર્દેશો, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કોરોનાની લહેર નહીં સુનામી છે: નાઇજીરીયાની મસ્જિદમાં અંધાધૂંધ ગોળીબાર, પાંચના મોત, નમાજ અદા કરી રહેલા લોકો ઉપર બેફામ ગોળીઓ વરસાવી, ૧૮ લોકોના અપહરણ બંદૂકધારીઓએ કરી ગયા: સતત આજે ચોથા દિવસે ડીઝલ 18 પૈસા અને પેટ્રોલ સાત પૈસા મોંઘું બન્યું છે: વોટ્સએપે નવી સુવિધા ડિસએપિયરીંગ મેસેજીસ શરૂ કરેલ છે: દારૂની જગ્યાએ સેનેટાઈઝર પી લેતાં રશિયામાં ૭ લોકોના મૃત્યુ: મોક્ષ પામવા માટે લક્ષ્મીપૂજાના શુકનવંતા દિવસે ત્રણ મિત્રો એ વૃક્ષ પર લટકીને જીવ આપી દીધો, એક મિત્ર તાંત્રિક હતો: સોશિયલ મીડિયા ઉપર વાંધાજનક પોસ્ટ માટે કેરળમાં પાંચ વર્ષની કેદની જોગવાઈ

(1:06 pm IST)