મુખ્ય સમાચાર
News of Friday, 25th June 2021

ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલકુમારની કસ્ટડી દિલ્હી કોર્ટે 9 જુલાઈ સુધી લંબાવી : છત્રસાલ સ્ટેડિયમમાં કુસ્તીબાજ સાગર ધનખંડની હત્યાનો આરોપી સુશીલકુમાર વધુ 14 દિવસ હિરાસતમાં રહેશે

ન્યુદિલ્હી :  છત્રસાલ સ્ટેડિયમમાં 4 મે ના રોજ પૂર્વ જુનિયર રાષ્ટ્રીય કુસ્તી ચેમ્પિયન સાગર ધનખંડની  હત્યાના આરોપસર ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલકુમાર કસ્ટડીમાં છે. આજ 25 જૂન સુધીની તેની હિરાસત પુરી થતા દિલ્હી કોર્ટે તે 9 જુલાઈ સુધી લંબાવી છે.તેથી તેણે હજુ વધુ 14 દિવસ કસ્ટડીમાં રહેવું પડશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ સુશીલકુમારે જેલમાં પોતાને પૌષ્ટિક ખોરાક  મળે તે માટે અરજી કરી હતી. જે નકારતા નામદાર કોર્ટે જણાવ્યું હતું કે જેલમાં યોગ્ય ખોરાકની પૂરતી સગવડ છે. જે તમામ માટે સમાન છે. કાયદો ધનિક ,ગરીબ ,કે વીઆઈપી તમામ માટે સમાન છે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(6:10 pm IST)