મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

કંગના મામલે કોર્ટેનો BMCને સવાલ: ઓફિસ તોડવામાં સમય ના લાગ્યો તો જવાબ આપવામાં વિલંબ કેમ?

BMCના વકીલે જવાબ આપવા માટે બે દિવસનો સમય માંગતા જજે ઠપકો આપ્યો

નવી દિલ્હી : કંગના રનૌતના પાલી હિલ્સવાળા ઓફિસમાં તોડફોડને બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. હાઇકોર્ટે મુંબઈમાં મકાનો પડતા હોવા અંગે BMC ને ઠપકો આપ્યો છે. હાઈકોર્ટે બીએમસીને કહ્યું છે કે ચોમાસા દરમિયાન તમે આવી તૂટેલી ઇમારત છોડી શકતા નથી. કોર્ટે BMC ને કહ્યું છે કે આમ તો તમે બહુ ઝડપી કામ કરો છો, પરંતુ આ કિસ્સામાં, સુસ્તી બતાવવામાં આવી રહી છે.

સુનાવણી દરમિયાન BMCના વકીલે જવાબ આપવા માટે બે દિવસનો સમય માગ્યો હતો. કંગનાના વકીલ પ્રદીપ થોરાટ હતા. BMCએ બે દિવસનો સમય માગતા જસ્ટિસ કઠાવાલા ભડકી ઉઠ્યા હતા. તેમણે કહ્યું હતું કે તમે કોઈનું ઘર તોડી નાખ્યું અને તમે આ તૂટેલી બિલ્ડિંગને વરસાદના સમયે આ રીતે રાખી શકો નહીં.

સુનાવણી દરમિયાન બીએમસી અધિકારીઓ અને સંજય રાઉતને તેના વકીલો દ્વારા વાત કરી, જ્યારે કંગનાનો વકીલ પ્રદીપ થોરાટ હતા. બીએમસી તરફથી હાજર રહેલ એડવોકેટે કહ્યું કે જવાબ આપવા માટે તેમને બે દિવસની જરૂર છે, જેના પર જસ્ટિસ કાથવાલા ભડકી ગયા. તેમણે કહ્યું કે કોઈનું ઘર ધરાશાયી થઈ ગયું છે અને અમે તે માળખું આ રીતે વરસાદી માહોલમાં રહેવા નહીં દઈએ.

કોર્ટે એમ કહ્યું હતું કે આમ તો તમે બહુ ઝડપ બતાવો છો પરંતુ જ્યારે તમારા પર આક્ષેપો મૂકવામાં આવે અને જવાબ માગવામાં આવે ત્યારે તમે પાછા પડો છો. કોર્ટ હવે આવતીકાલ, 25 સપ્ટેમ્બરના રોજ ત્રણ વાગે સુનાવણી હાથ ધરશે

કોર્ટના નિર્ણય બાદ કંગનાએ ટ્વીટ કર્યું કે, 'માનનીય કોર્ટના જજ, મારી આંખોમાં આંસુ આવી ગયા. મુંબઈના વરસાદમાં ખરેખર મારું ઘર તૂટી રહ્યું છે, તમે મારા તૂટેલા ઘર વિશે આટલું વિચાર્યું, આ મારા માટે ઘણું છે. મારી ઇજા પર મલમ લગાવવા માટે આભાર. મને એ બધું મળી ગયું જે મેં ખોયું હતું.'

(12:00 am IST)