મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

રણવીરસિંહની NCBને અરજી

'દિપીકાને ગભરામણ થાય છેઃ પૂછપરછ દરમિયાન સાથે રહેવાં મળે મંજૂરી'

મુંબઇ, તા.૨૫: સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો અને રિયા ચક્રવર્તી તેનાં ભાઇ શોવિક ચક્રવર્તી તેમજ સુશાંતનાં સ્ટાફની ધરપકડ થઇ ગઇ. તેમજ કેટલાંક ડ્રગ્સ પેડલરની પણ ધરપકડ થઇ ગઇ છે. તેમનાં દ્વારા ઘણાં બોલિવૂડ સેલિબ્રિટીઝનાં નામ સામે આવ્યાં છે. જે બાદ ઘણાં સેલિબ્રિટીઝ NCBના રડારમાં છે. સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, શ્રદ્ઘા કપૂર અને દીપિકા પાદુકોણને NCB સમન્સ બજાવી ચૂકી છે.

 દીપિકા પાદુકોણની પૂછપરછ પહેલાં રણવીર સિંહે જે અરજી કરી છે તેમાં તેને કહ્યું છે કે, દીપિકાને કયારેક કયારેક ગભરામણ અને પેનિક અટેક આવે છે તેથી તેને તેની પત્ની સાથે રહેવાની અનુમતિ આપવામાં આવેલ રણવીર સિંહની આ અરજી કરી છે કે, તે કાયદાકીય નિયમો જાણે છે કે, તે તપાસ સમયે હાજર નથી રહી શકતો, પણ ફઘ્ગ્ કાર્યાલયની અંદર આવવા સુધીની તેને અનુમતિ આપવામાં આવે, જોકે, હજુ સુધી તેની આ અરજી પર NCB તરફથી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

 દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગુરુવારે રાત્રે ગોવાથી મુંબઇ પહોંચી ગયો છે. દીપિકા NCBનું નિશાને પર વ્હોટ્સએપ ચેટ દ્વારા પહોંચી છે. ખરેખરમાં NCBના ૨૦૧૭ના વ્હોટ્સએપ ચેટનાં આધારે પૂછપરછ માટે બોલાવી છે. આ ચેટ ટેલેન્ટ એજન્ટ જયા સાહાનાં મોબાઇલ ફોનથી NCBના મળી છે. જયા સાહા એકટર સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ ટેલેન્ટ મેનેજર હતી. જયા સાહાની પૂછપરછ દરમિયાન ઘણાં ખુલાસા કર્યા છે જેને કારણે તે બોલિવૂડનાં મોટા સેલેબ્સ પર NCBનું રડારમાં આવી ગયા છે.

 આ પહેલાં ગુરુવારે મોડી સાંજે સારા અલી ખાન પણ ગોવાથી તેની માતા અમૃતા સિંહ સાથે મુંબઇ આવી ગઇ છે. એકટ્રેસ રકુલપ્રીત અને દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશથી NCBએ શુક્રવારે પૂછપરછ કરશે.

(12:52 pm IST)