મુખ્ય સમાચાર
News of Sunday, 25th October 2020

પાકિસ્તાનના કટ્ટરપંથીઓની આંચકાજનક કરતૂત !!

સિંઘ પ્રાંતના હિંગળાજ મંદિરમાં માતાજીની મૂર્તિ તોડી પાડી

લાહોર: પાકિસ્તાન (Pakistan) ના સિંઘ પ્રાંતમાં સ્થિત પ્રાચીન હિંગળાજ માતા મંદિર (Hinglaj Mata Mandir)માં શનિવારે કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી. અજાણ્યા વ્યક્તિઓએ અહીં માતાની મૂર્તિને ખંડિત કરી દીધી છે. આ મંદિર સિંધના થારપરકર વિસ્તારમાં આવેલું છે.

તમને જણાવી દઇએ કે દુર્ગા ભવાનીના આખા દેશમાં કુલ 51 શક્તિપીઠ છે. 51માંથી 42 ભારતમાં છે બાકી 1 તિબ્બત, 1 શ્રીલંકા, 2 નેપાળ, 4 બાંગ્લાદેશ અને એક પાકિસ્તાનમાં છે. આ પહેલાં ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં જ પાકિસ્તાનના સિંઘમાં વધુ એક મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. આ તોડફોડ સિંઘના બદીન જીલ્લાના કડિયૂ ઘનૌર શહેરમાં શનિવારે સવારે રામ પીર મંદિરમાં તોડફોડ કરી કરવામાં આવી હતી.

તમને જણાવી દઇએ કે થારપારકર જિલ્લો જૈન અને હિંદુ પ્રભાવવાળી પોતાની સમૃદ્ધ ઐતિહાસિક વિરાસત માટે જાણિતો છે. ત્યાં ઐતિહાસિક બંગડી જબલ દુર્ગા માંદિર પણ છે. ભૂતકાળમાં આ જગ્યા પર જૈન ધર્મના લોકો મોટી સંખ્યામાં રહે છે. ત્યાં ઘણા જાણિતા જૈન મંદિર પણ છે. નગરપારકર તાલુકાની વસ્તી દોઢ લાખથી વધુ છે અને ત્યાં હિંદુ લોકોની વસ્તી લગભગ 90 હજાર છે.

51માંથી એક શક્તિપીઠ બલૂચિસ્તાન પ્રાંતમાં છે. જ્યાં દર્શન માત્રથી જ તમામ પાપોનો અંત થઇ જાય છે. આ મંદિર સુરમ્ય પહાડીઓની તળેટીમાં છે એક પ્રાકૃતિક ગુફામાં બનાવેલું છે. તિહસમાં ઉલ્લેખ છે કે સુરમ્ય પહાડીઓની તળેટીમાં સ્થિત ગુફા મંદિર લગભગ 2000 વર્ષ જૂની છે. અહીં માણસની બનાવી કોઇ પ્રતિમા નથી પરંતુ એક માટીની વેદી છે જ્યાં એક નાના આકારની શિલાને હિંગળાજ માતાના રૂપમાં પૂજવામાં આવે છે.

કહેવામાં આવે છે કે જ્યારે પાકિસ્તાનો જન્મ થયો ન હતો તે સમયે ભારત્ની પશ્વિમી સીમા અફઘાનિસ્તાન અને ઇરાન સાથે જોડાયેલી હતી. ત્યારથી બલૂચિસ્તાનના મુસલમાન હિંગળાજ દેવીની પૂજા કરે છે. તેમને 'નાની' કહીને મુસલમાન લાલ કપડું, અગરબત્તી, મીણબત્તી, અત્તર અને ચૂંદડી ચઢાવે છે. તાલિબાની કહેર અને ધાર્મિક કટ્ટરવાદના કારણે આ મંદિર પર ઘણા હુમલા પણ થયા. પરંતુ સ્થાનિક હિંદુ અને મુસલમાનોએ મળીને આ મંદિરને બચાવ્યું. કહેવામાં આવે છે કે આતંકવાદીઓએ જ્યારે આ મંદિરને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, તો તે માતાના ચમત્કારથી હવામાં લટકી ગયા.

(12:47 pm IST)