રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ પણ કોરોનાની ઝપટે
રિઝર્વ બેન્કનું કામ ચાલુ રહેશે :તેઓ આઈસોલેશનમાં પણ કામ કરશે: ફોન અથવા વીડિયો કોલના માધ્યમથી ડેપ્યુટી ગવર્નર્સ અને અન્ય અધિકારીઓના સંપર્કમાં રહેશે
નવી દિલ્હી : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ કોવિડ 19 પોઝિટિવ આવ્યા છે.જો કે શક્તિકાંત દાસે વધુમાં જણાવ્યું કે તેમને કોરોનાના કોઈ લક્ષણો આવ્યા નથી. આમ છતાં સુરક્ષા માટે તેમણે પોતાને સેલ્ફ આઈસોલેટ કરી દીધા છે. તેમણે વધુમાં જણાવ્યું કે અત્યારે તેમના સંપર્કમાં આવેલ લોકો સાવધ રહે. તેમણે જણાવ્યું કે રિઝર્વ બેન્કનું કામ સામાન્ય રીતથી ચાલુ રહેશે અને તેઓ આઈસોલેશનમાં પણ કામ કરશે
તેમણે કહ્યું કે તેઓ ફોન અથવા વીડિયો કોલના માધ્યમથી ડેપ્યુટી ગવર્નર્સ અને અન્ય અધિકારીઓના સંપર્કમાં રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શક્તિકાંત દાસ સિવાય દેશમાં અનેક મોટા ગજાના નેતાઓ પણ કોવિડ 19ના સંક્રમણમાં આવી ચુક્યા છે. આ યાદીમાં મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ, ઉપ રાષ્ટ્રપતિ વેંકેયા નાયડૂ, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી ધર્મેદ્ર પ્રધાન સહિત કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય ધારાસભ્યો, સાંસદો અને પાર્ટીના ટોચના કાર્યકરોનો સમાવેશ થાય છે.