મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

આવતીકાલે દેશવ્યાપી બેન્ક હડતાલનું એલાન

સ્ટેટ બેન્ક અને આઈઓબી સિવાયની જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓ કામકાજથી દૂર રહેશેઃ સહકારી બેન્કો પણ ચાલુ રહેશેઃ ડીઝીટલ બેન્કીંગ તથા એટીએમ પણ ચાલુ રહેવાના છે

નવી દિલ્હી, તા. ૨૫ :. આવતીકાલે કેન્દ્ર સરકારની શ્રમ વિરોધી નીતિઓના વિરોધમાં ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ આપેલા હડતાલના એલાનને બેન્ક કામદારોના સૌથી મોટા યુનિયન એઆઈબીઈએ એ પણ ટેકો આપતા આવતીકાલે મોટાભાગની બેન્કો બંધ રહેશે. સ્ટેટ બેન્ક અને ઈન્ડીયન ઓવરસીઝ બેન્કના કર્મચારીઓ હડતાલમાં નહિ જોડાય. આ હડતાલમાં સહકારી બેન્કો પણ સામેલ થવાની નથી.દેશભરની મોટાભાગની બેન્કોમા આવતીકાલે કામકાજ ઠપ્પ થઈ જશે. જો કે ડીઝીટલ બેન્કીંગ કામકાજ ચાલુ રહેશે. એટીએમ પણ ચાલુ રહેવાના છે. ૨૬ તારીખ એટલે કે ગુરૃવારના રોજ હડતાલ બાદ શુક્રવારે બેન્કો ચાલુ રહેશે પરંતુ ફરી ૨૮મીએ ચોથો શનિવાર અને ૨૯મીએ રવિવારના કારણે બેન્કો બંધ રહેવાની છે.

(10:31 am IST)