News of Monday, 26th October 2020
આજે સતત 24માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલ સ્થિર યથાવત : કિંમતમાં કોઈ ફેરફાર નહીં
નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ પાછલા સપ્તાહે 40 ડોલર પ્રતિ બેરલ નીચે આવી ગયો છે. સ્થાનિક બજારમાં પણ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લા 24 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો નથી.
ઇન્ડિયન ઓઈલ ની વેબસાઇટ અનુસાર દેશ ના ચાર મહાનગરો દિલ્હી, મુંબઇ, ચેન્નાઈ અને કોલકાતા માં પેટ્રોલના ભાવ અનુક્રમે 81.06 રૂપિયા, 87.74 રૂપિયા, 84.14 રૂપિયા અને 82.59 રૂપિયા છે. તે જ સમયે, ડીઝલ પણ અનુક્રમે 70.46 રૂપિયા, 76.86 રૂપિયા, 75.95 રૂપિયા અને 73.99 રૂપિયા પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે.
(11:43 am IST)