મુખ્ય સમાચાર
News of Monday, 26th October 2020

ઉદ્ધવ ઠાકરેનો ભાજપને ખુલ્લો પડકાર: કહ્યું મારી સરકારને ઉથલાવી બતાવો, પછી જુઓ શું થાય છે

બિહાર માટે મફત વેક્સીનનો વાયદો તો શું અન્ય રાજ્યોના લોકો બાંગ્લાદેશ કે કઝાખસ્તાનથી આવ્યા છે.

મુંબઈ : દાદર સ્થિત સાવરકર ઓડિટોરિયમમાં શિવસેનાની વાર્ષીક દશેરા રેલીમાં રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભાજપને તેમની ૧૧ મહિના જૂની સરકારને ઉઠલાવી દેવાનો પકકાર આપ્યો હતો.

 ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, પાર્ટીને દેશ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. તમે બિહાર માટે મફત કોવિડ-૧૯ વેક્સીનનો વાયદો કરો છો તો શું બાકીના અન્ય રાજ્યોના લોકો બાંગ્લાદેશ કે કઝાખસ્તાનથી આવ્યા છે.આવી વાતો કરતા લોકોને પોતાના ઉપર શરમ આવવી જોઈએ.

 અભિનેત્રી કંગના રનૌત ઉપર પરોક્ષ નિશાન સાધતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કેટલાક લોકો રોજીરોટી માટે મુંબઈ આવે છે. અને શહેરને પીઓકે (પાકીસ્તાનના કબ્જાવાળું કશ્મીર) બોલીને ગાળો આપે છે. ઠાકરેએ સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે પોતાના પુત્ર આદિત્ય ઠાકરે ઉપર લાગેલા આરોપો ઉપર ચુપ્પી તોડીને કહ્યું કે બિહારના પુત્રને ન્યાય અપવવા માટે શોર મચાવતા લોકો મહારાષ્ટ્રના પુત્રના ચરિત્ર હનનમાં લાગી ગયા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારની જીએસટી પ્રણાલી ઉપર પુન-વિચાર કરવાનો સમય આવી ગયો છે અને જરૂરી લાગશે તો તેને બદલવો પણ જોઈએ. કારણ કે રાજ્યોને આનાથી ફાયદો મળતો નથી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે ભારતમાં જો ક્યાંય પીઓકે છે તો એ વડાપ્રધાનની નિષ્ફળતા છે. ઉદ્ધવે રાજ્યપાલ ઉપર પર નિશાન સાધ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ બીજેપી ઉપર નિશાન સાધતા કહ્યું કે તેઓ મારી સરકારને પાડવા માંગે છે પરંતુ હું તેમને જણાવી દઉં કે પહેલા તેઓ પોતાની સરકાર બચાવીને બતાવે. હું બિહારના લોકોને અપીલ કરું છું કે પોતાની આંખો ખોલીને વોટ આપે.

(8:01 pm IST)