મુખ્ય સમાચાર
News of Monday, 26th October 2020

બિહાર ચૂંટણી પ્રચારમાં હવે અભિનેત્રી અમિષા પટેલની એન્ટ્રી :ઔરંગાબાદના ઓબરા-દાઉદનગરમાં રોડ શો કર્યો.

લોજપા ઉમેદવારના ચૂંટણી પ્રચારમાં પહોંચેલી અમીષા પટેલનું ભવ્ય સ્વાગત

બિહારના પ્રથમ તબક્કાની 71 વિધાનસભા સીટો માટે ચૂંટણી પ્રચાર આજથી સમાપ્ત થઈ જશે. બિહારમાં જ્યાં એક તરફ રોજની રેલીઓ, જનસભાઓ અને રોડ શો થઈ રહ્યા છે. ત્યારે હવે પ્રચારમાં ગ્લેમરનો તડકો પણ લાગ્યો છે. બોલીવુડ અભિનેત્રી અમીશા પટેલે ઔરંગાબાદના ઓબરા-દાઉદનગરમાં રોડ શો કર્યો.હતો

ઔરંગાબાદના ઓબરા વિધાનસભા સીટ પરથી લોજપા ઉમેદવાર ડૉ.પ્રકાશચંદ્રાના ચૂંટણી પ્રચારમાં પહોંચેલી અમીષા પટેલનું ભવ્ય સ્વાગત થયું. મળતી માહિતી મુજબ અભિનેત્રી અમીષા પટેલ ફ્લાઈટથી પટના પહોંચી, જ્યાં તેનું ભવ્ય સ્વાગત એરપોર્ટ પર ડૉ. પ્રકાશ ચંદ્રાના સમર્થકો દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ સડકમાર્ગે તે દાઉદનગર પહોંચી અને પ્રચાર કર્યો.હતો 

(8:38 pm IST)